DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયા ખાતે જામનગર સંસદીય મતવિસ્તારની ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લાના તમામ નોડલ અધિકારીશ્રીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની રિટર્નિંગ ઓફિસર અને જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બી.કે.પંડ્યા તથા દેવભૂમિ દ્વારકાના જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જી.ટી.પંડ્યા દ્વારા સમીક્ષા કરાઇ

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        જિલ્લા સેવા સદન ખંભાળિયા ખાતે જામનગર સંસદીય મતવિસ્તારની ચૂંટણીલક્ષી કામગીરી અંગેની રિટર્નિંગ ઓફિસર અને જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ 19 નોડલ અધિકારીશ્રીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ચૂંટણીલક્ષી કામગીરીની રિટર્નિંગ ઓફિસર શ્રી બી.કે.પંડ્યા તથા દેવભૂમિ દ્વારકાના જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જી.ટી.પંડ્યાએ સમીક્ષા કરી હતી તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

        આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જે.ડી.પટેલે પ્રેઝન્ટેશનના માધ્યમથી દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમગ્ર ચૂંટણીલક્ષી અહેવાલ ઉપસ્થિત અધિકારીશ્રીઓ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં જિલ્લાની વસ્તી, મતદારોની સંખ્યા, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના બુથોની સંખ્યા, મહિલા તથા પુરુષ મતદાર રેશિયો, ચૂંટણી કાર્ડ વિતરણની કામગીરી, દિવ્યાંગ તથા વરિષ્ઠ મતદારોની સંખ્યા, સંવેદનશીલ મતદાન મથકોની વિગત, મતદાર હેલ્પલાઇન, પોલિંગ સ્ટાફ માટેની તાલીમ, સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા, ચૂંટણી સંબંધિત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, જિલ્લામાં ઉભી કરવામાં આવેલ ચેક પોસ્ટની વિગતો, મતદાન જાગૃતિ અંગેની કામગીરી વગેરે બાબતોની રિટર્નિંગ ઓફિસર શ્રી બી.કે.પંડ્યાએ ઝીણવટભરી સમીક્ષા કરી હતી તેમજ જરૂરી સૂચન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શ્રી બી.કે.પંડ્યાએ ઉપસ્થિત તમામ નોડલ અધિકારીશ્રીઓ સાથે ક્રમવાર સંવાદ સાધ્યો હતો અને તેઓ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની પણ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં નોડલ ઓફિસર ખર્ચ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.ધાનાણી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય, નોડલ ઓફિસર મેનપાવર અને નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેષ જોટાણીયા, જામનગર નિવાસી અધિક કલેકટર શ્રી ભાવેશ ખેર, જામનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ઝીલ પટેલ, મદદનીશ ચૂંટણી અધિકારી અને ખંભાળિયા પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા, મદદનીશ ચૂંટણી અધિકારી અને દ્વારકા પ્રાંત અધિકારી શ્રી એચ.બી.ભગોરા સહિત વિવિધ વિભાગોના નોડલ અધિકારીશ્રીઓ ઊપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!