BANASKANTHA
જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ડિબેટ નું આયોજન
25 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ ના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા 25/ 2/ 25 ના રોજ એક ડિબેટ નું આયોજન કરવામાં આવ્યું. જેનો વિષય “ભારતીય અર્થતંત્ર ઉપર સોશિયલ મીડિયાની અસરો” રાખવામાં આવ્યો હતો. જેમાં 42 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓમાં સ્કીલ વધે, વિચારસરણીમાં સુધારો થાય, સોશિયલ મીડિયા વિશે જાણકારી વધી શકે એ હેતુથી આ ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિબેટનું આયોજન પ્રો. હેમલબેન પટેલ અને પ્રો. જીતેન્દ્ર પંચાલ દ્વારા કૉલેજ ના પ્રિન્સિપાલ ડો. એસ.જી ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.