BANASKANTHATHARAD

થરાદ વાવ સૂઇગામમાં જમીન રિસર્વે રદ કરવા માંગ. પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો આવેદન પત્ર

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ

 

બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ પંથકમાં જમીન રિ-સર્વે સંપૂર્ણપણે રદ્દ કરવાની માગ સાથે કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની હાજરીમાં નાયબ કલેક્ટરને આવેદન આપ્યું છે.આગેવાનોએ રજૂઆત કરી હતી કે, વર્ષ 2011થી શરૂ થયેલા જમીન રિ-સર્વેમાં ગંભીર ભૂલો અને અનિયમિતતાઓ જોવા મળી છે. આ ખામીયુક્ત પ્રક્રિયાને કારણે ખેડૂતો મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, રિ-સર્વે દરમિયાન જમીનની માપણી અને માલિકીની નોંધણીમાં ગંભીર ભૂલો થઈ છે. ઘણી જમીનો ખોટા વ્યક્તિઓના નામે નોંધાઈ ગઈ છે. આના કારણે ખેડૂતો વચ્ચે વિવાદો, હિંસા અને સામાજિક અશાંતિ વધી છે.છેલ્લા 11 વર્ષથી સરકાર દ્વારા ભૂલ સુધારણા માટે અરજીઓ લેવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયા નિષ્ફળ રહી છે. એક ખેડૂતની જમીનની ભૂલ સુધારવામાં આવે તો પણ ગામના નકશામાં ફેરફાર થતો નથી. આથી વિવાદો ઉકેલાતા નથી.

આગેવાનોએ ડેપ્યુટી લેન્ડ રેકોર્ડ કચેરીઓમાં ભૂલ સુધારણા નામે લાંચખોરી અને લાખો રૂપિયાના કૌભાંડની શક્યતાઓ હોવાનો આક્ષેપ કર્યો છે. આનાથી ખેડૂતોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે.ખોટી માપણીને કારણે ખેડૂતોની જમીનની માલિકી પર પ્રશ્ન ઊભો થયો છે. આના કારણે બેંક લોન, સરકારી યોજનાઓનો લાભ, અને જમીનનો વિકાસ થઈ શકતો નથી. વિવાદોને કારણે પરિવારો અને સમાજો વચ્ચે હિંસક ઘટનાઓ પણ વધી છે.કોંગ્રેસના આગેવાનોએ હાલનો રિ-સર્વે રદ્દ કરવા ઉપરાંત દરેક ગામમાં ખેડૂતોની હાજરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પારદર્શક રીતે નવું સર્વે હાથ ધરવાની માગ કરી છે. તેમણે DLR કચેરીઓમાં થતી લાંચખોરી અને કૌભાંડની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની પણ માગ કરી છે

Back to top button
error: Content is protected !!