થરાદના ભોરોલ ગામે લેબલા તળાવમાં પાણી ન નાખવા ખેડૂતોની માંગ ઉઠી છે…
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ
થરાદ તાલુકાના ભોરોલ ગામના ખેડૂતો એ જિલ્લા તંત્રને રજૂઆત કરી છે કે ગામની દક્ષિણ દિશામાં આવેલ લીબલા તળાવ પહેલેથી જ ભરાયેલ હોવાથી ત્યાં વધુ પાણી ન નાખવામાં આવે.તેવીરજુઆત
ખેડૂતોના જણાવ્યા મુજબ ભડોદર, સવપુરા અને રામપુરા ગામનું પાણી ગણેશપુરા થઈને ભોરોલ ગામ તરફ છોડવામાં આવે છે. પરંતુ ભોરોલ ગામમાં પાણી નિકાલ માટે આગળ રસ્તો ન હોવાથી ગામના નીયાણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. ઉત્તર તરફ ચારણવાસ તથા જુના ગામતળ ઊંચા હોવાથી માદેળા તળાવની આજુબાજુ પાણી ભરાયેલ છે. આ પાણીના નિકાલ માટે લીબલા તળાવમાં છોડવાની ચર્ચા ચાલે છે.
ખેડૂતોનું કહેવું છે કે હાલ લીબલા તળાવ છલોછલ ભરાયેલ છે અને આસપાસના ખેતરોમાં પાણી સરવાણી થઈ ગયું છે. તળાવનું પાણી રોડ સુધી આવી ગયું છે, ખેતરોમાં અડધા ફૂટ ખોદતા પાણી મળી આવે છે અને અક્ષાર ચડવાથી ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં જો વધુ પાણી તળાવમાં નાખવામાં આવશે તો સીધો ખેતરોને મોટો ભોગવટો સહન કરવો પડશે.
આ સાથે ખેડૂતો એ વિકલ્પ પણ સૂચવ્યો છે. તેમના જણાવ્યા મુજબ સર્વે નં. ૩૫૦, ૩૩૨ અને ૩૩૨/૧ વિસ્તારમાં આવેલા ત્રણ તળાવો હાલ ખાલી છે. આ જમીન આશરે ૪૭ હેકટર જેટલી છે અને ત્યાં પાણી ૨૦ ફુટ ઊંડે છે. તાલુકા વિકાસ અધિકારી અને મામલદારશ્રી સ્થળની મુલાકાત લઈને યોગ્યતા નિહાળી ચૂક્યા છે. તેથી આ તળાવોમાં પાણી મુકવાથી ખેતીને નુકસાન નહીં થાય.
ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો લીબલા તળાવમાં પાણી નાખવામાં આવશે તો તેઓ અનશન અને ઉપવાસ આંદોલન સાથે ગાંધીચિધ્યા માર્ગે
લડત લડશે.