
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ડાંગ દરબારમાં રાજા રજવાડા વખતની અસ્મિતા અને સંસ્કૃતિની જાળવણી થાય તે માટે લિંગા આમાલા સ્ટેટનાં રાજવી છત્રસિંગ ભવરસિંગ સૂર્યવંશીએ રજુઆત કરી..
ડાંગ જિલ્લામાં ટૂંક સમયમાં જ ડાંગ દરબાર યોજાનાર છે. ત્યારે ડાંગ દરબારમાં ડાંગના પાંચ રાજવીઓની બગી અલગ અલગ ફાળવવામાં આવે તેમજ બગી સામે તેમના રાજવીનું નામ પણ લખવામાં આવે તેવી અનેક માંગણી અને રજૂઆત સાથે લીંગા આમાલા સ્ટેટનાં રાજવીએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી.ડાંગ દરબાર-2025 અન્વયે તમામ રાજવીઓમાં ગાઢવી, વાસુર્ણા, લિંગા(આમાલા), પીંપરી, દહેર મુજબ તમામ પાંચ રાજવીઓની બગી અલગ ફાળવવા આવે તેમજ તેમની બગી સામે તેમના રાજ એટલે સ્ટેટનાં નામો પણ દર્શાવવામાં આવે,ડાંગ વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે માત્ર 2 થી 3 બગીમાં જ તમામ રાજવીઓને બેસાડી દેવામાં આવે છે તે અયોગ્ય અને શરમજનક બાબત જણાય છે.જયારે પ્રવાસન નિગમ તરફથી ડાંગ દરબારની ઉજવણી માટે લાખો રૂપીયાની માતબાર રકમ ફાળવવામાં આવે છે.તો આ બાબતને પણ અગ્રીમતાના ધોરણે ધ્યાને લઈ ઘટતુ કરવામાં આવે.તથા ડાંગ દરબારનું વર્ષોથી જ્યાં આયોજન કરવામાં આવે છે.ત્યાં જ ડાંગ દરબાર ઉજવવામાં આવે તેમજ જે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે તે રીતે જ જે તે વેપારીઓને તેમની મૂળ જગ્યા પર જ પ્લોટની ફાળવવા કરવા તેમજ તેમના પ્લોટ અનામત રાખવા માટે અગાઉના વર્ષે જેમ આહવાના જ મોટી વગના ઈસમો દ્વારા 10 થી 15 પ્લોટ એક જ વ્યક્તિ દ્વારા ખરીદ કરી તેનું વેપારીકરણ કરેલ હતુ તેવું બનવા ન પામે તે અંગેની તકેદારી રાખવામાં આવે,તેમજ સને 2025માં પણ ડાંગ દરબાર તેના મૂળ જગ્યાએ જ રાખવા તેમજ રાત્રિ દરમ્યાન પણ ચાલુ રાખવામાં આવે તથા ડાંગના તમામ રાજના પોલીટીકલ પેન્શનરોના વારસાઈના બાકી રહેલ કેસો તેમજ તેમના નાણાની ચૂકવણી ડાંગ દરબાર-2025 માં ચૂકવાઈ જાય તે અંગે ઘટતુ કરવા તથા ડાંગના તમામ રાજવીઓના કુંટુંબીજનોના બાળકો પણ વિવિધ મનોરંજનની રાઈડસનો લાભ લઈ શકે તે માટે દરેક રાજવીઓને પણ 5 (પાંચ) પાસ મનોરંજન રાઈડસના ફાળવવા આવે તથા ડાંગના રાજવીઓને તેમની જમીન સામે બોજ પાડવામાં આવેલ છે. તો તમામ રાજવીઓને જીવન નિર્વાહ માટે નાણાકીય અગવડ પડે છે.તો આ બાબતે લોનની માંડવાળ કરવા કલેકટર દ્વારા સરકારમાં લોન માફી અંગે ઘટતુ કરવામાં આવે.આવી અનેક માંગણી અને રજૂઆત સાથે લિંગા આમાલા સ્ટેટનાં રાજવી છત્રસિંગ ભંવરસિંગ સૂર્યવંશી ડાંગ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી.





