અંબાજી ગ્રામ પંચાયત ના સરપંચ ના બે મહિલા ઉમેદવારો વચ્ચે સીધો જંગ,17 વોર્ડ માટે સભ્યો પ્રચાર માટે લાગ્યા

15 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટી તંત્ર તો સજજ બન્યું છે ત્યારે ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારો પણ પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે, યાત્રાધામ અંબાજીમાં 2022માં ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થયા બાદ પણ 2025 માં એટલે કે આઠ વર્ષ બાદ ચૂંટણી આવતા મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે આ વખતે સરપંચ માટે સામાન્ય સ્ત્રીને બેઠક જાહેર થતાં બે મહિલા વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે અને અંબાજીના કુલ 18 વોર્ડમાંથી એક વોર્ડ બિનહરીફ થતા બાકીના 17 વોર્ડમાં ઉમેદવારો પણ પ્રચાર શરૂ કરી દીધો છે આમ તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈપણ જાતને પાર્ટી કે પક્ષનો બેઝ હોતો નથી છતાં આ બંને મહિલાઓમાં એક કોંગ્રેસના અને બીજા ભાજપના કાર્યકર્તા હોવાનું જાણવા મળ્યું છે જેથી આ વખતની ચૂંટણી કશ્મકશ બની રહેશે અંબાજી સરપંચના ઉમેદવાર કલ્પનાબેન દવે મોટી સંખ્યામાં લોકો ની ઉપસ્થિતિ માં પોતાની ચૂંટણીનું કાર્ય ખુલ્લું મૂકી ઉપસ્થિત મતદારો પાસે મત આપવાની અપીલ કરી હતી જ્યારે બીજા ઉમેદવાર માટે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના પરિવારો છેલ્લા 30 વર્ષથી પંચાયતમાં રાજ કર્યું છે છતાં કોઈ વિકાસ કરેલ નથી તેમ કલ્પનાબેન હેમંતભાઈ દવે સરપંચ પદના ઉમેદવાર અંબાજી એ જણાવ્યું હતું
જ્યારે સરપંચના બીજા ઉમેદવાર ગીતાબેન અગ્રવાલ કોઇ પણ જાતના ટોળા કર્યા વગર પોતાના સાથીદારો સાથે હમણાં જ થી જ ડોટ ટુ ડોર સંપર્ક કરવામાં લાગી ગયા છે ને પોતે 30 વર્ષથી અંબાજીના સ્થાનિક પ્રશ્નોથી વાકેફ હોવાનો જણાવ્યું હતું જેમાં ખાસ કરીને પાણી, લાઈટ, ગટર ,ને સ્વચ્છતા મને પ્રથમ પ્રાયોરિટી આપવા તેમના ખાતરી આપી હતી અને તેમાં પણ અંબાજીના પ્રશ્નોમાં પાણીનો પ્રશ્ન જે ભારે પેચીદો બન્યો છે તેનો તાકીદે નિકાલ લાવવા ગીતાબેન રાજનભાઈ અગ્રવાલ સરપંચના ઉમેદવાર અંબાજી એ જણાવી હતું તસવીર અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ img src=”https://vatsalyamsamachar.com/wp-content/uploads/2025/06/IMG-20250614-WA0025-300×169.jpg” alt=”” width=”300″ height=”169″ class=”alignnone size-medium wp-image-1450575″ />






