BANASKANTHADEESA
ગુજરાત સરકાર આયોજિત સ્ટેટ ખેલ મહાકુંભમાં ડીસા કોલેજની ખેલાડી સોનલ પતાણીએ જીત્યો બ્રોન્ઝ મેડલ

એહવાલ – ભરત ઠાકોર ભીલડી
ડી એન પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ખેલાડીઓ પદ્ધતિસર ની તાલીમ મેળવી અને ખૂબજ મહેનત કરીને રમતગમત ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં તારીખ 21 22 જૂન 2024 ના રોજ રામપુરા આણંદ ખાતે ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભની રાજ્ય લેવલની વુડબોલ સ્પર્ધા યોજાઈ જેમાં ડીસા કોલેજની સોનલ પતાણીએ વુડબોલ સ્પર્ધાની ફેર વે ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્રોન્ઝ મેડલ જીતી ડીસા કોલેજને ગૌરવ અપાવેલ છે કોલેજના ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપાલશ્રી અને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડૉ.આર.ડી ચૌધરીએ કોલેજની આ ગૌરવાશાળી ખેલાડી સોનલ પતાણીને અભિનંદન આપી ભવિષ્યમાં ઉત્કૃષ્ટ પર્ફોમન્સ આપવાની શુભકામનાઓ પાઠવી




