MORBI:આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ નીમીત્તે ન્યાય માટે ઝઝૂમતા સીલીકોસીસ પીડીત સંઘની મીટીંગ યોજાઇ

MORBI:આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ નીમીત્તે
ન્યાય માટે ઝઝૂમતા સીલીકોસીસ પીડીત સંઘની મીટીંગ. યોજાઇ
વિશ્વ આખામાં ૧૭ જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ( World Day for International Justice ) મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવા પાછળનો હેતુ પીડીતોના અધિકારોને પ્રોત્સાહન આપવા અને ન્યાય માટેની તેમની માગણીને સમર્થન આપવાનો છે. આ દિવસ મૂળભૂત માનવ અધિકારોની હિમાયત કરવા અને ફોજદારી ન્યાયને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી એ સીલીકોસીસ પીડીતોએ ન્યાય મેળવવા માટે બનાવેલું સંગઠન છે. સીલીકોસીસથી વહેલું મોડું મોત તો નક્કી જ છે ત્યારે લાચાર થઇ દયાની ભીખ માગવા કરતાં જીવનના બચેલા વર્ષો ન્યાય મેળવવાનો સંઘર્ષ કરવાનો તેમણે નીર્ધાર કર્યો છે.
મીટીંગમાં સીલીકોસીસ પીડીતોને પજવતી સમસ્યાઓ ઉપર ચર્ચા કરવામાં આવી
(૧.)મોટી સંખ્યામાં સીલીકોસીસ દર્દીઓ હોવા છતાં મોરબી સીવીલ હોસ્પિટલમાં ફેફસાંના નીષ્ણાત ડૉક્ટર નથી.(૨.)સીલીકોસીસ રોકવા માટેના કાનુની જોગવાઇઓનું હજી પાલન થતું જોવા મળતું નથી.
(૩.)અનેક સીલીકોસીસ પીડીત પરીવારોને હજી વળતર કે સહાય નથી ચુકવાઇ જે ઘોર અન્યાય છે.
(૪.)જે એકમોમાંથી સીલીકોસીસ દર્દીઓ મળી આવ્યા તેના પર કેમ હજી કોઈ કાનુની કાર્યવાહી સરકાર દ્વારા લેવાઇ નથી.(૫.)મોરબી જીલ્લો રાજકોટથી છુટો પાડવામાં આવ્યો તેને દસ વર્ષ વીતી ગયા છતાં હજુ અહીં અલાયદી મજુર અદાલત રચવામાં આવતી નથી તેથી કામદારોને વીવાદો માટે છેક રાજકોટ જવું પડે છે અને બધા ત્યાં ધક્કા ખાઇ ન શકે તેથી તેઓ અન્યાય સહન કરીને બેસી રહે છે.(૬.)ત્રીસ ત્રીસ વર્ષથી કામદાર રાજ્ય વીમા કાયદો મોરબીને લાગુ પાડ્યો હોવા છતાં મોરબીમાં આ કાયદાનો અમલ એટલો નબળો છે કે સીલીકોસીસના દર્દીઓનું નીદાન કે વળતર ઇ એસ આઇ માથી મળતા નથી.
૭. સીલીકોસીસના અનેક દર્દીઓ હોવા છતાં કર્મચારી વળતર કાયદા હેઠળ હજુ કોઇ દાવા મોરબીમાં થયા નથી કારણ કામદારો પાસે કામ કર્યાના કોઇ પુરાવા માલીકોએ આપેલા નથી. ફેક્ટરી એક્ટ હેઠળ દરેક કામદારને ઓળખ કાર્ડ આપવાનું હોય છે અને વેતન ચુકવણી ધારા હેઠળ પગાર પાવતી આપવાની હોય છે. પી એફના કાયદા હેઠળ પી એફ કાપીને ભરવાનો હોય છે પણ અહીં કોઇ મજુર કાયદા પાળવામાં આવતા નથી એવો ભવ્ય વીકાસ મોરબીએ કરેલો છે.
વધુમાં સીલીકોસીસ પીડીત સંઘ, મોરબીના નવનીર્વાચીત પ્રમુખ શ્રી પંકજભાઈએ જણાવ્યું કે આ બધી સમસ્યાના ઉકેલ માટે અને ન્યાય મળે તે માટે સંગઠનના સભ્યો ખભેખભો મીલાવીને જીવનના અંતે સુધી ઝીંક ઝીલતા રહેશે.










