વિજાપુર પિલવાઇ શેઠ જીસી હાઇસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સંગીત – નાટક અકાદમીના ઉપક્રમે બે નાટકો ભજવાયાંઅને
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઇ શેઠ જી.સી હાઇસ્કૂલ ખાતે
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના અંતર્ગત મંગળવારે શ્રી સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવનમાં બે નાટકના જુદા જુદા શૉ યોજાયા હતા. બપોરે 12 કલાકે લેખક– દિગ્દર્શક ભાર્ગવ જીવરામ જોષીકૃત બાળનાટક ‘ ચિન્ટુ અને પિન્ટુ ‘ ની પ્રસ્તુતિ થઈ હતી. અને 2 વાગ્યે વસંત પરમાર લિખિત અને ભરત ઠક્કર દિગ્દર્શિત નાટક ‘ સમી સાંજે સૂરજ ઊગ્યો ‘ ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બંને નાટકોને સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક માણ્યાં હતાં.બંને નાટક વિદ્યાર્થીઓને મનોરંજનની સાથે સાથે આપણા સાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્ધન કરવા માટે પ્રેરિત કરે એવાં મૂલ્યવાન બની રહ્યાં હતાં.મનોરંજનની સાથે ભારતીય સાંસ્કૃતિક ઉજાગર કરતા અને સામાજિક સંદેશ આપતાં બંને નાટકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા રૂપ બન્યા હતા.નાટકના લેખક અને દિગ્દર્શકોને તથા નાટકના કલાકારોને સ્કૂલના નિયામક ડો. યશોધર હ. રાવલ, આચાર્યા સુનિતાબેન ખરાડી, સુપરવાઈઝર કલ્પેશભાઈ પટેલ અને પ્રાથમિક વિભાગનાં આચાર્યા કૃણાલબેન ઠાકર સહિતે કલાકારોનુ આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર શાળા પરિવારે બાળકોએ રસપૂર્વક બંને નાટકોને માણ્યાં હતાં.