લાખણી ના આગથળા થી ધાનેરા હાઈવે રોડ નુ કામ બંધ હાલત મા લોકો ને હાલાકી

નારણ ગોહિલ લાખણી
લાખણી તાલુકાના આગથળા થી ધાનેરા તાલુકાને જોડતા હાઇવે રોડનું કામ છેલ્લા બે વર્ષથી અધવચ્ચે બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે અને વાહન વ્યવહારની પૂરતી વ્યવસ્થા માટે રાજ્યમાં રોડ નું કામ ખુબ સુંદર રીતે કરવામાં આવી રહ્યું છે જેમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલિભગતના પાપે સરકારને પ્રજાના રોષનું ભોગ બનવું પડે છે અને આવું જ કંઈક લાખણી તાલુકાના આગથળા થી ધાનેરા વચ્ચેના ૨૫ કિલોમીટર હાઇવે રોડ બનાવવામાં થઈ રહ્યું છે.વર્ષો થી બિસ્માર બનેલા રોડ ને નવો હાઇવે રોડ બનાવવાની લોકોની માંગણીને ધ્યાનમાં રાખી ધારાસભ્ય કેશાજી ચૌહાણે સરકારમાં રજૂઆત કરતા સરકાર દ્વારા ૩.૫ મીટર માંથી ૭ મીટર પહોળો ડબલ લાઈન હાઇવે રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવતા લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ હતી પરંતુ રોડનું કામ ચાલુ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી મરજી મુજબ કામ થઈ રહ્યું છે રોડની કામગીરીના ભાગરૂપે આગથળા થી ધુણસોલ ચોકડી સુધી મેન્ટલ પાથરી દેવામાં આવ્યા છે ત્યાર બાદ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભૂગર્ભમાં ઉતરી જતાં રોડનું કામ અધવચ્ચે અટકી ગયું છે જેને લઇ વાહનચાલકો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યાં છે.મેન્ટલ પાથરી દીધા બાદ વાહનોની અવરજવર નાં કારણે ડસ્ટ અને ધૂળની ડમરીઓ ઉડતા બાઈક ચાલકોને ડ્રાઈવિંગ કરવામાં હલકી પડી રહી છે જેને લઈ અકસ્માત સર્જાવાની શક્યતા વધી ગઈ છે સાથે સાથે આજુ બાજુના ખેતરોમાં રોડ ઉપરથી ઉડતા ડસ્ટ નાં કારણે ખેતપેદાશોના નુકસાન થઇ રહ્યું છે જેને લઈ ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે.




