BANASKANTHAPALANPUR

અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓની બનાસ બેંકની મુલાકાત

20 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરના અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ કૌટિલ્ય વિચાર મંચ અંતર્ગત 20/2/26 ના રોજ બનાસ બેંકની મુલાકાત લીધી. જેનો હેતુ વિદ્યાર્થીઓને બેંક ના કાર્યોથી માહિતગાર કરવાનો હતો. બેન્કિંગ મેનેજર દશરથભાઈ ચૌધરી, લોન મેનેજર હર્ષદભાઈ ચૌધરી અને એજીએમ હાર્દિકભાઈ ઠક્કરે બેંકના વિવિધ ખાતાઓ, સહકારી બેંક નું માળખું, કેવાયસી ની પદ્ધતિ, બનાસ લક્ષ્મી બેન્ક, નાના બાળકો માટે ના ખાતાઓ તથા જન ધન યોજના વિશે ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી. આ સાથે વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર ની પણ વ્યવસ્થા કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રિ. ડૉ. રાધાબેન એમ પટેલ ના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના ડૉ. હેમલબેન પટેલ અને ડૉ. મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!