GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ખખાણા પ્રાથમિક શાળા માં ચિત્ર,નિબંધ, વકૃત્વ સ્પર્ધાનું આયોજન

 

MORBI:મોરબી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ખખાણા પ્રાથમિક શાળા માં ચિત્ર,નિબંધ, વકૃત્વ સ્પર્ધાનું આયોજન

 

 

મોરબી જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર ના ડો. આરીફ શેરશિયા તથા તમાકુ સેલના મૌલિકભાઈ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ખખાણા પ્રાથમિક શાળા માં ચિત્ર,નિબંધ, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ.

શાળામાં કુલ 291 વિદ્યાર્થીઓમાંથી ધોરણ 5 થી 8 ના મળીને કુલ 53 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ આ કાર્યક્રમ માં ડૉ.વિશાલ શીલું સાહેબે વિદ્યાર્થીઓને તમાકુ ના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા ભયંકર રોગો વિશે માર્ગદર્શન આપેલ ત્યાર બાદ વ્યસન કરવાથી સમાજ પર થતી અસરો તથા આર્થિક નુકશાન અંગે આંકડાકીય માહિતી સાથે માર્ગદર્શન આપેલ

જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ,પેન,પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવેલ..

સમગ્ર કાર્યક્રમ RBSK ટીમ જેમાં ડૉ.વિશાલ શીલું, ડો.બંશી થોરિયા , નસરુલા ભોરાનિયા FHW અફસાના માલકિયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ ,શાળાના આચાર્ય શ્રી સપનાબેન મકવાણા દ્વારા વિદ્યાર્થીઓ ને જીવનમાં ક્યારેય વ્યસન ન કરવા ખાસ અનુરોધ કર્યો તથા કાર્યક્રમના અંતે નસરુલા ભોરાનિયા દ્વારા વ્યસન ન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવેલ હતો.

Back to top button
error: Content is protected !!