થરાદ માર્કેટયાર્ડ ખાતે પોલીસ અને સરપંચો સાથે પરી સંવાદ

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ તાલુકાના લગભગ તમામ સરપંચશ્રીઓ અને લાખણી તાલુકાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામોના સરપંચશ્રીઓ અને થરાદ પોલીસ ની સમગ્ર ટીમ હાજર રહ્યા હતા, અને ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી તથા સરપંચશ્રીઓ સાથે પ્રશ્નોત્તરી દ્વારા જરૂરી બાબતો માં કાયદાકીય સમજ અને તેઓને ગામ સ્તરે અનુભવાતી સમસ્યાઓમાં ત્વરિત અને ચોક્કસાઈ પૂર્વક કામગીરી કરવા વ્યક્તિગત જવાબદારીની ખાત્રી આપી હતી. સામાન્ય રીતે લોકોના પ્રશ્નો સબબ પોલીસ સ્ટેશન કચેરી ખાતે જતા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રીઓને પોલીસે નિમંત્રિત કરી હળવાશ સભર માહોલમાં ગ્રામીણ પડકારો અને સરપંચશ્રીઓને દૈનિકજીવનમાંની બાબતો અંગે પ્રશ્નોત્તરી તથા વિચારગોષ્ઠી કરી એકમેક સાથે સરસ સબંધસેતુ સ્થાપી ગુડ ગવર્નન્સની પહેલ કરી હતી. ગામડાઓમાં ભાઈચારાની ભાવના કેળવાય તેમજ કાયદો વ્યવસ્થા મજબૂત બને તેમજ પોલીસ મિત્રભવ વિકસે તે માટે સરપંચો અને સાથે સાથે સંવાદ કાર્યકમ યોજાયો.




