BANASKANTHATHARAD

થરાદ તાલુકાના નાગલા ગામના અનુસૂચિત જાતિના પરિવારોએ નવા ગામતળમાં પ્લોટ ફાળવણીની માંગ કરી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ

થરાદ તાલુકાના નાગલા ગામના અનુસૂચિત જાતિના પરિવારોએ નવા ગામતળમાં પ્લોટફાળવણીની માંગ કરી છે.124 અનુસૂચિત જાતિના કુટુંબો માટે ડૉ. આંબેડકર નગરમાં 300 ચો.મી.ના પ્લોટની ફાળવણી કરવા અરજી.ગામમાં દર ચોમાસે આવતા પૂરને કારણે 2015થી પરિવારોને ઘર છોડવાની ફરજ પડે છે.ગામમાં વસવાટ કરતા 124 અનુસૂચિત જાતિના કુટુંબોની જૂની ગામતળની 9 એકર અને સ્મશાન ભૂમિની 3 એકર જમીન ગ્રામ પંચાયતે રદ કરી છે. તેના બદલામાં નવા ગામતળમાં અલગથી ડૉ. આંબેડકર નગર બનાવવાની માંગ છે. આ નગરમાં 5 એકર સ્મશાન ભૂમિ અને 12 એકર ગામતળ મળી કુલ 17 એકર જમીન પર દરેક પરિવારને 300 ચોરસ મીટરના પ્લોટની ફાળવણીની માંગણી કરવામાં આવી છે.2015થી અત્યાર સુધી કરોડો રૂપિયાના ખર્ચે પણ પાણીના નિકાલની સમસ્યા હલ થઈ નથી. માજી સરપંચ અને તલાટીએ જણાવ્યું છે કે હાલમાં પાણી નિકાલની કામગીરી ચાલુ હોવાથી ચાર મહિના બંધ રાખવામાં આવી છે. અરજદારોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પ્લોટોની ફાળવણી નહીં થાય તો મોટી હોનારત થઈ શકે છે.ભૂતકાળમાં પણ સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં આ ગંભીર બાબત પર ધ્યાન આપવામાં આવ્યું નથી. અરજદારોએ જણાવ્યું છે કે જો તેમની માંગણી પૂરી નહીં થાય તો તમામ પરિવારો ભૂખ હડતાળ પર ઉતરશે.

Back to top button
error: Content is protected !!