NANDODNARMADA

રાજપીપળા પાસે ના ગાડીત ગામમાં સગીરાની છેડછાડનાં કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજપીપળા પાસે ના ગાડીત ગામમાં સગીરાની છેડછાડનાં કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

આરોપી સામે પોસ્કો હેઠળ ફરિયાદ દાખલ થઈ જેમાં કસૂરવાર ઠેરવી અદાલતે સજા ફટકારી

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ ગાડીત ગામમાં સગીર વયની યુવતીની શારીરિક છેડછાડનાં કેસમાં પોસકોનાં ગુના હેઠળ એજ ગામના આરોપીને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અનિલભાઈ અમરતભાઈ વસાવા, ઉ.આ.વ.૨૧ રહે.ગાડીત સોલા ફળીયા, તા.નાંદોદ જી.નર્મદા, નાઓ તા.૧૬.૦૯.૨૦૨૦ નાં રોજ ગાડીત નિશાળ ફળીયામાં રહેતી સગીરવયની યુવતી ભોગ બનનાર ઘર પાસે આવીને ગમે તેમ ગાળો સહિત બીભત્સ શબ્દો બોલતો હોય જેથી ફરીયાદી ઘરની બહાર આવતા જોઈ તને હુ રાખવાનો છું તેવા અસ્લીલ શબ્દો બોલી સારીરિક છેડછાડ કરતા સગીરા યુવતી એ બુમાબુમ કરતા તેની માતા ઘરની બહાર દોડી આવતા અનિલ વસાવા એ તેઓને પણ ગમે–તેમ ગાળો બોલી સગીરાને પેટના ભાગે લાત મારી તથા તમાચા મારી શારિરીક હુમલો કરતા સગીરાના પિતા ત્યાં દોડી આવતા આરોપી અનિલ વસાવા ત્યાંથી નાસી ગયો હતો, આ મામલે પોલીસ મથક મા સગીરા નાં પિતા એ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે પૉસ્કો હેઠળ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસ આજરોજ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં ચાલતા જેમાં જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ સગીરાના પક્ષે ધારદાર દલીલો કરતા તેઓની દલીલો ને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી અનિલ વસાવા ને કુલ ત્રણ વર્ષ ની સજા અને દંડ નો હુકમ કર્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!