BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચના રોટરી ક્લબ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી પૂર્વે બુક લવર્સ મીટ દ્વારા “રઢિયાળી રાત”નો કાર્યક્રમ યોજાયો

ભરૂચના રોટરી ક્લબ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી પૂર્વે બુક લવર્સ મીટ દ્વારા “રઢિયાળી રાત”નો કાર્યક્રમ યોજાય

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૭/૦૮/૨૦૨૩

 

ભરૂચના રોટરી ક્લબ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૭મી જન્મ જયંતી પૂર્વે બુક લવર્સ મીટ દ્વારા “રઢિયાળી રાત”નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સંસ્કાર ભરતી ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી શ્રી પુષ્પાબેન પટેલ, ગુજરાતના લોકપ્રિય ગાયક શ્રી અભેસિંહ રાઠોડ સહિતના મહાનુભવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરુઆત કરી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. મીનલબેન દવેએ કર્યું હતું.

 

કાર્યક્રમની શરૂઆત તાજેતરમાં ભારતના ચંદ્રયાન ૩ વિક્રમની ચંદ્રની ભુમી પરના સફળતા પૂર્વકના ઉતરાણને યાદ કરીને ‘ચાંદો ઊગ્યો ચોકમાં’ સુપ્રસિદ્ધ લોકગીત ગાઈને કરી હતી.ત્યારબાદ ઝૂલણ મોરલી વાગી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, આવી રૂડી અજવાળી રાત રે વગેરે જેવા સુપ્રસિદ્ધ લોકગીતો ગાઈને ઝવેરચંદ મેઘાણીને યાદ કરીને લોકોના મનને લોકગીતોમાં તરબોળ કરી દીધા હતા.

 

કાર્યક્રમના અંતમાં ઝવેરચંદ મેઘાણીનું સુપ્રસિદ્ધ લોકગીત “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” ગાઈને લોકોના મનને ડોલાવ્યા હતા. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીત ગાઈને સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!