નર્મદા જિલ્લાના ક્રિકેટર વિશાલ પાઠકે સતત ૦૫ માં વર્ષે માટીના ગણેશની સ્થાપના કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાતમાં માટીના ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવા માટે સરકાર અને બીજી સામાજિક સંસ્થાઓ દ્વારા આહવાન કરવામાં આવે છે પર્યાવરણને બચાવવા માટે ભગવાન શ્રી ગણેશની માટીની પ્રતિમા ઘરે ઘરે મુકવામાં આવે છે.જ્યારે મોટા મોટા ગણેશ પંડાલો માં સૌથી મોટી પ્રતિમા મુકવાની હોડ ચાલી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના ક્રિકેટર વિશાલ પાઠક એ છેલ્લા પાંચ વર્ષ થી પોતાના ઘરે માટીની પ્રતિમા મૂકીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.માટીની પ્રતિમા મુકવાથી પ્રતિમા નું વિસર્જન પણ પોતાના ઘરના આંગણે કરી શકાય છે.જો નદીમાં આ પ્રતિમા નું વિસર્જન કરવામાં આવે તો આ માટી ની પ્રતિમા વહેલી ઓગળી જતી હોય છે અને પર્યાવરણ ને પણ નુકશાન થતું નથી.ગણેશ ચતુર્થી માં ઘરે પ્રતિમા મુકનાર ભક્તો1,1.5,3,5,7 અને 10 માં દિવસે પ્રતિમા નું વિસર્જન કરતા હોય છે.વિશાલ પાઠકે 5 દિવસ માટે માટી ના શ્રી ગણેશજી ની પ્રતિમા ની સ્થાપના કરી છે.