BANASKANTHATHARAD
મોટા મેસરા ગામની સીમમાં ફોર્ચ્યુનરમાંથી ₹2.68 લાખનો દારૂ મળ્યો

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદના મોટા મેસરા ગામની સીમમાં દારૂની હેરાફેરી પકડાઈ છે. પોલીસ કંટ્રોલ રૂમને મોટા મેસરા સીમના કાચા રસ્તા પર એક ગાડીના ટાયર ફૂટી ગયા હોવાની માહિતી મળી હતી.પોલીસે સ્થળ પર તપાસ કરતા નંબર પ્લેટ વગરની સફેદ ટોયોટા ફોર્ચ્યુનર મળી આવી. ગાડીના ડ્રાઈવર સાઈડના બંને ટાયર ફૂટેલા હતા. ગાડીના દરવાજા અનલોક હતા અને ચાવી કેબિનમાં હતી.પોલીસની તપાસમાં ગાડીમાંથી ખાખી પૂંઠાની પેટીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1087 બોટલો મળી. દારૂની કિંમત રૂ. 2,68,011 છે. ગાડીની કિંમત રૂ. 10 લાખ અને એક છૂટી નંબર પ્લેટ સહિત કુલ રૂ. 12,64,011નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.ગાડીનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વગર પાસ પરમીટના દારૂ રાખવા બદલ ગુનો નોંધી તપાસ




