ગણપતિ બાપ્પા મોરિયા દિયોદરમાં ગણેશ ભગવાનની ભવ્ય શોભાયત્રા નીકળી મટકી ફોડ આકર્ષણ નું કેન્દ્ર બન્યું

ગણપતિ બાપ્પા મોરિયા દિયોદરમાં ગણેશ ભગવાનની ભવ્ય શોભાયત્રા નીકળી મટકી ફોડ આકર્ષણ નું કેન્દ્ર બન્યું
- પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ૨૮મી ભવ્ય શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા
દર વર્ષની જેમ આ વર્ષ પણ દિયોદર નગરમાં શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા પરંપરાગત રીતે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ ઉત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ હતી જેમાં માટી ના બનાવેલ ગણેશજી સ્થાપના કરાઈ હતી જેમાં ગણપતિ મંદિર થી ૨૮ મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં આ શોભાયાત્રા ગણપતિ મંદિર થી પ્રસ્થાન થઈ હતી જેમાં દરબાર ગઢ,રબારી વાસ,સોની બજાર,આઝાદ ચોક ,નીલકંઠ મહાદેવ મંદિર,રેલવે સ્ટેશન થઈ પરત નિજ મંદિર ફરી હતી જેમાં દિયોદર નગરમાં નીકળેલ ૨૮ મી ભવ્ય શોભાયાત્રામાં મટકી ફોડ આકર્ષણ નું કેન્દ્ર બની હતી જ્યાં ગણપતિ બાપા મોરિયા ના નાદ વચ્ચે જય કનૈયા લાલ કી ના નારા પણ ગુજ્યા હતા જેમાં આ શોભાયાત્રામાં બાળકો દ્વારા વિવિધ ઝાંખીઓ પણ રજૂ કરી હતી જેમાં વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રા માં ભાવિ ભક્તો માટે સેવા કેમ્પો નું પણ આયોજન કર્યું હતું
અહેવાલ કલ્પેશ બારોટ
દિયોદર





