જુની ભીલડી ગામે બાબા રામદેવપીર યુવક મિત્રમંડળ દ્વારા ગણેશઉત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું..
જુની ભીલડી ગામે બાબા રામદેવપીર યુવક મિત્રમંડળ દ્વારા ગણેશઉત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું..

ભરત ઠાકોર ભીલડી
ભીલડી શહેર સહિત ગ્રામિણ વિસ્તારોમાં ગણપતિ મહોત્સવ ની વિધ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓ લાવી ગણપતિબાપા મોરીયા ના ગગનભેદી નાદ ડીજે, નાસીક ઢોલ થી વાજતે ગાજતે ગણપતિબાપા ની સ્થાપના કરવામાં આવી હતી. જુની ભીલડી મા આવેલ રામદેવપીર ના મંદીર ખાતે બાબા રામદેવપીર યૂવક મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નૂ ભવ્ય આયોજન કરાયૂ હતુ.અતિથિ જીકેટીએસ પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોર, સામાજિક આગેવાન ભરતજી ધુખ, ખેડૂત સેલિબ્રિટી કનવરજી વાધણીયા નું આયોજકો દ્વારા રામદેવપીરની છબી આપી સન્માન કરાયું હતું. ભીલડી પોલીસ માં ફરજ રંજનબેન,ભીલડી ઝોન પ્રમુખ રાહુલજી ઠાકોર,વાહરા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ અલ્પેશજી ઠાકોર, બીજેપી મહામંત્રી ભુરાજી વાઘેલા, જીકેટીએસ ભીલડી ઝોન મહામંત્રી પ્રકાશજી ઠાકોર, સોશિયલ મીડિયા કન્વીનર ભરત ઠાકોર વાહરા,લાડજી માલોતરીયા,ડો.પી.કે વાધેલા,ધારસીજી ડે.સરપચ,બાદલજી ઠાકોર સામાજિક આગેવાન, ભાથીજી ઠાકોર દિયોદર ઉપ. પ્રમુખ, ગોવિંદજી ઠાકોર દિયોદર,પત્રકાર મિત્રો ઉપસ્થીત રહ્યા હતા,આરતીનો લ્હાવો લીધેલ.આવનાર મહેમાનો નૂ કંકૂ તિલક કરી સ્વાગત કરાયું હતું .ઉત્સવ માં નાટક, સાંસ્કૃતિક પ્રોગ્રામ પેરા મિડ, તલવાર બાજી જેમા ભક્તી ગીતો પર નૃત્ય રજૂ કરવામા આવ્યા હતા. જેને નિહાળવા ગણપતી બાપ્પા ના દર્શનાર્થે બહોળી સંખ્યા માં સામાજિક રાજકીય અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા. ભીલડી ગણપતિ બાપા મોરિયા ના નાદે સાથે ગુંજી ઉઠ્યો..





