જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર સંસ્કૃત દિવસની ઉજવણી કરાઈ

જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના સંસ્કૃત વિભાગના પ્રહલાદનસંસ્કૃત સાહિત્ય વર્તુળઅંતર્ગત તા 22/8/2024 ના સવારે 8:30 થી 10:30 દરમિયાન સંસ્કૃત દિવસની ઉજવણીનું આયોજન પ્રિ.ડૉ.ચૌહાણ સાહેબના માર્ગદર્શનહેઠળડૉ.રાધાબેન, ડૉ.સુરેખાબેન અને ડૉ.જાનકીબેન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં B .A sem- 1,3,5 અને M.A sem -1,3ના20 વિદ્યાર્થીઓ દ્વારા વેદોનું મહત્વ સંસ્કૃત કવિ પરિચય, શ્લોક-ગાન ,સંસ્કૃત-ગીત, સંસ્કૃત-સ્તોત્ર,સ્વ -પરિચય વગેરે સંસ્કૃતમાં રજૂ કરવામાં આવ્યુંહતું.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી જગદીશભાઈ જોશી(સર્વોદયવિદ્યામંદિરભાભર નિવૃત્ત શિક્ષક) દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃતભાષાનામહત્વવિશેપ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
સંસ્કૃત ભાષાનાજતન અને સંવર્ધન અર્થે તેમજ વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા પ્રત્યે રસ – રુચિવધે અનેતેમની આંતરિક શક્તિઓ બહાર લાવવાનાશુભાશયથી સંસ્કૃત વિભાગ દ્વારા પ્રતિવર્ષ સંસ્કૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે.




