BANASKANTHAPALANPUR

જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં ગીતા જયંતીની ઉજવણી કરાઈ

14 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
તા. 14/12/ 2024 ના રોજ સવારે 8:30 કલાકે રૂમ.નં-22માં જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના સંસ્કૃત વિભાગના પ્રહલાદન સંસ્કૃત સાહિત્ય વર્તુળ અંતર્ગત પ્રિ. ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી ,જેમાં સંસ્કૃત વિભાગના ડૉ. સુરેખાબેન દ્વારા શ્રીમદ્ ભગવદ્ગીતાના મહત્વ ઉપર પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું અને બી.સેમ.2,4,6 અને એમ .એ સેમ.2,4 ના કેટલાક વિદ્યાર્થીઓએ ગીતા-શ્લોક પારાયણ અને ભગવદગીતાના મહત્વ ઉપર વક્તવ્ય આપ્યું જેનો લાભ 52 જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો. કાર્યક્રમના અંતે ડૉ .જાનકીબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. શ્રીમદ્ભગવદગીતા એ ધર્મગ્રંથની સાથે એક શ્રેષ્ઠ જીવન ગ્રંથ છે. સમાજ અને વિદ્યાર્થીઓ સુધી ગીતાનો પ્રચાર પ્રસાર થાય તેવા શુભાશયથી પ્રતિવર્ષ સંસ્કૃત વિભાગ દ્વારા ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ઇતિહાસ વિભાગના પ્રો .ડો. દીપકભાઈ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!