શ્રી ઢટોસણ પ્રાથમીક શાળાવડા માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરાઈ

કાંકરેજ તાલુકાના વડા ખાતે શ્રી ઢટોસણ હનુમાજી દાદાની સાનિધ્યમાં આવેલ શ્રી ઢટોસણ પ્રાથમીક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બનાસ બેંકના ઈન્સપેક્ટર ચંદુજી ઠાકોર (ઊણેચા)ના અધ્યક્ષ સ્થાને આજરોજ તા.૨૭/૦૬/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે કાર્યક્રમ યોજાયો હતો.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં
આવેલ.શાળાની બલિકાઓએ સ્વાગત ગીત દ્વારા તથા શાળાના આચાર્ય સુરેશભાઈ બી.સુથારે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.દાતાઓનું તથા પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓનું સન્માન કર્યું હતું. ધોરણ-૧ માં ૫ બાળકો અને બાલવાટિકામાં ૧૫ બાળકો એમ ટોટલ ૨૦ બાળકોને કંકુતિલક કરી પુસ્તકો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.પ્રાસંગિક પ્રવચન
કરતા અધ્યક્ષે જણાવ્યું હતું કે આ શાળામાં અભ્યાસ કરતા તથા આજના અવસરે નવિન પ્રવેશ મેળવતા બાળકોને શિક્ષણ થકી જીવનમાં આગળ વધી પોતાના માતા-પિતા,પરિવાર શાળા તથા રાષ્ટ્ર માટે કામ કરીને આગળ વધવું જોઈએ અને જીવનને સાર્થક બનાવવાનો અનુરોધ કર્યો હતો.ત્યારબાદ શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાંકરેજ તાલુકાપંચાયત ના પૂર્વ પ્રમુખ મહિપતસિંહ વાઘેલા,હરદેવભાઈ જોષી, ગીતાબેન ચૌધરી,રવિ રમેશભાઈ પ્રજાપતિ, નિશાંત પટેલ,પ્રકાશ પટેલ સહિત સમગ્ર શાળાપરિવાર હાજર રહેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા




