ડીસા તાલુકાની જાગૃતિ ટ્રસ્ટ બનાસકાંઠા સંચાલિત જાગૃતિ ઉ બુ .વિદ્યા મંદિર ડાવસ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2024 સરકારી માધ્યમિક શાળા જોરાપુરાના આચાર્યા શ્રીમતી ભાવનાબેન જોશી ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં ભડથ ક્લસ્ટરના સી.આર.સી શ્રી પ્રવીણભાઈ રાઠોડ સાહેબ તેમજ જાગૃતિ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ શ્રીમાળી સાહેબ અને ગામના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્યશ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબે આવનારા અધિકારીઓનું શાબ્દિક સ્વાગત તેમજ ટ્રસ્ટનો પરિચય અને શાળાની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો.સંસ્થાના ભાવાવરણ સાથે શાળામાં નવીન બનેલ સ્માર્ટ ક્લાસ નું ઉદ્ઘાટન અધિકારી શ્રીમતી ભાવનાબેન. સી.આર.સી પ્રવીણભાઈ રાઠોડ સાહેબ અને ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી કાન્તીકાકાના વરદ હસ્તે કરવામાં આવ્યું. શાળા પ્રવેશોત્સવમાં શાળાના ધોરણ 9 અને ધોરણ 11 ના કુલ ૧૮૦ બાળકોને કંકુ તિલક અને મોં મીઠું કરાવી પ્રવેશ અપાયો.શ્રીમતી ભાવનાબેન જોષી દ્વારા શાળા શિસ્ત અને વાતાવરણ વિશે વખાણ થયા. તેમજ શાળા પરિવારના સહિયારા સહયોગથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.