પીએમશ્રી થરા અનુપમ પે.કેન્દ્ર શાળા નં.-૨ માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરાઈ.
પીએમશ્રી થરા અનુપમ પે.કેન્દ્ર શાળા નં.-૨ માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરાઈ.

પીએમશ્રી થરા અનુપમ પે.કેન્દ્ર શાળા નં.-૨ માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરાઈ.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ પીએમશ્રી થરા અનુપમ પે. કે.શાળા નં.-૨ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ સી.વાઘેલાના અધ્યક્ષ સ્થાને પ્રમુખ ચેતનાબેન સોની,ચીફ ઓફિસર બાબુભાઈ જોષીની ઉપસ્થિતિમા આજ રોજ તા.૨૭/૦૬/૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે યોજાયો હતો.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ.શાળાની બલિકાઓએ સ્વાગત ગીત દ્વારા તથા શાળાના આચાર્ય બિંદેશ્વરીદેવી એન. ઝાલાએ શાબ્દિકશબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.ધો.- ૧ માં ૪ અને બાલવાટિકામાં ૫૨ એમ ટોટલ ૫૪ બાળકોને કંકુ તિલક કરી અધ્યક્ષ, પ્રમુખ,ચીફ ઓફિસર,કોર્પોરેટરો,કાંકરેજ તાલુકા શિક્ષણ સંઘ મહિલા પ્રમુખ એવમ ધનાસરી શાળાના શિક્ષિકા કલ્પનાબેન પટેલ,વડા સી.આર.સી.કો.-ઓ.નટુભાઈ કંબોયા (સુથાર),થરા શહેર ભાજપ પૂર્વપ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી.પરમાર,મહામંત્રી રાઘવેન્દ્ર કે. જોષી, અલ્પેશભાઈ શાહ, કાંકરેજ તાલુકા યુથ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશકુમાર ડી.ઠાકોર,હિતેષભાઈ મોચીની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં હતો.વર્ષ ૨૦૨૪/૨૫ મા આ શાળામા ધો.૩ થી ૮ મા પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ૬ વિધાર્થીઓમા ધો.-૩ મા મહંમદએજાજ એ.મેમણ,ધો.-૪ મા રાહી એ.પ્રજાપતિ, ધો.-૫ મા પ્રજાપતિ આકાશ રવિન્દ્રકુમાર, ધો.-૬ મા વિદિતી એમ.પુરોહિત, ધો.-૭ મા રિતિકા સી.મોચી અને ધો.-૮ મા હિના એમ.પરમાર તેમજ સી.ઈ.ટી. પરીક્ષામાં-૫,જ્ઞાન સાધના મેરીટ માં -૧૧,એન. એમ.એમ.એસ. પરીક્ષામા -૩૦, મુખ્યમંત્રી સાધના પરીક્ષામા ૫૦ થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ધો.-૮ ના ૨૭, પી.એસ.ઈ.એઝમમા પાસ થનાર ૧૬ એમ ટોટલ ૯૫ વિધાર્થીઓને પ્રોત્સાહિ ઈનામ દ્વારા શાળા પરિવારે સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા અધ્યક્ષે જણાવ્યું હતું જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં તેમના મુખ્ય મંત્રી કાર્યકાળ દરમ્યાન ૨૦૦૨- ૨૦૦૩ ના વર્ષમાં શરૂ કરાવેલા આ શાળા પ્રવેશોત્સવના આજે ૨૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. નરેન્દ્રભાઈ મોદીના શિક્ષણ માટે ના અભિગમથી ગુજરાત રાજ્ય માં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો. શાળા પ્રવેશોત્સવથી છેવાડાના ગામડાઓથી લઈને શહેરો સુધી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે.ગુજરાત રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ છેવાડાના ગામડામાં પહોંચીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવે છે જેના પરિણામે ડ્રોપ આઉટ રેશિયો સતત ઘટતો ગયો છે.વર્ષો પહેલા દીકરીઓ અધ વચ્ચેથી અભ્યાસ છોડી મૂકતી હતી તે દીકરીઓને ઘર આંગણે શિક્ષણ પુરૂ પાડવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરાયું છે.રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલી બનાવી અને છેવાડાના વ્યક્તિ સુધી મફત શિક્ષણ પહોંચાડ્યું છે.અત્યારે ગરીબ પરિવારના દીકરા-દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી સરકારીસેવાઓમાં જોડાયા છે જેનાથી તેમના પરિવારને પણ સમાજમાં મોભાનું સ્થાન મળ્યું છે.વિધાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર આપવા જોઈએ તથા યોગ,પ્રાણાયમ, ધ્યાન લગાવવું જોઈએ. વાલીઓ ને ટકોર કરતા જણાવ્યું કે વિધાર્થીઓને મોબાઈલની જગ્યાએ હૂંફ અને ભણવા માટે પ્રેરિત કરવા જોઈએ.આ શાળા ના અંદાજીત ૭૦૦ બાળકોને આચાર્ય બિંદેશ્વરીદેવી એન. ઝાલા સહિત સમગ્ર શાળા સ્ટાફ પરિવાર બાળકોનું ઘડતર કરશે. વાલીઓને પણ આ શાળાના સ્ટાફગણ પ્રત્યે અઢળક વિશ્વાસ હશે ત્યારે આ શાળામાં પ્રવેશ લેતા હશે.આ પ્રસંગે એસ.એમ. સી.અધ્યક્ષ મંજુલાબેન રાજપુરોહિત,મધ્યભોજન સંચાલક મંગળભાઈ પરમાર,પ્રો. સભ્ય યાસ્મિનબેન મોરવાડીયા સહિત સમગ્ર શાળા પરિવાર અને એસ.એમ.સી.સભ્યો હાજર રહેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક નાગજીજી ઠાકોરે જ્યારે આભાર વિધિ મોંઘજીભાઈ ચૌધરીએ કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦





