અંબાજી ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી, પિરામિડ બનાવી મટકી ફોડ નો કાર્યક્ર્મ યોજાયો
26 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
જન્માષ્ટમીના પર્વ ની ઉજવણી રાજ્ય ને દેશ ભરમાં થઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામા આવી હતી તેને લઇ અંબાજી માં ઠેક ઠેકાણે લોકો દ્વારા દહીં હાંડી બાંધવામાં આવી છે જે ગોવાળિયા ઓ ફોડી જન્માષ્ટમીના પાવન પર્વની ધામંધુમ થી ઉજવણી કરવામાં આવી હતી આજે સમગ્ર દેશમાં ભગવાન શ્રી ક્રુષ્ણ ના અવતરણનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની રાધા કૃષ્ણ મંદિર ની આરતી કરી વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવી હતી તેમજ અંબાજીમાં 35 જેટલા ગોવિંદાઓ દ્વારા ત્રણ થી ચાર માળ ના 25 થી 30 ફૂટ ઊંચા પિરામિડ બનાવી શહેરની 101 જેટલી દહીં હાંડી ફોડી આજ નાં પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી જોકે આ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં પરિભ્રમણ કરી માનસરોવર ખાતે રાધાકૃષ્ણ મંદિરે પરિપૂર્ણ કરવામાં આવશે તેમ જ આ શોભાયાત્રા બાદ રાત્રી દરમ્યાન ગબ્બર વાળી પાસે નાં ચોક માં રાસ ગરબા નો કાર્ય ક્રમ યોજવા માં આવશે આજે શોભાયાત્રા દરમિયાન અનેક લોકો જોડાયા હતા ને સાથે સુકામેવાનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યા હોવાનુ. સુનિલ અગ્રવાલ ( પ્રમુખ, ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ) અંબાજીએ જણાવ્યુ હતુ જોકે નિકળેલી શોભાયાત્રા મા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમાટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો