રિહેન એચ. મહેતા વિદ્યાલય,માંકડી માં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારોહ યોજાયો
12 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આજરોજ દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારની શાળા રીહેન એચ. મહેતા વિદ્યાલય માકડીમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાઈ ગયો
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે ખેડબ્રહ્માના કેળવણીકાર શ્રી જગદીશભાઈ ભટ્ટ તેમજ એકલવ્ય વિદ્યાલય મટોડાના આચાર્યશ્રી દીપેશભાઈ પટેલ તથા ઊંચી ધનાલ હાઈસ્કૂલના આચાર્યશ્રી વિનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા કઈ રીતે આપવી તેનું માર્ગદર્શન આપ્યું હતું. ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ શાળાને બે સીલીંગ ફેન ભેટ આપ્યા હતા તથા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર શાળાને અલ્પાહાર આપવામાં આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્યશ્રી ડૉ.આર.કે.પ્રજાપતિએ વિદ્યાર્થીઓને શાળાનું નામ રોશન કરવા તથા ભવિષ્યમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી નરેશભાઈ પરમારે કર્યું હતું.