BANASKANTHAKANKREJ

થરામા ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરના પટાંગણ માં ૧૦ લાખના ખર્ચે થનાર પેવર બ્લોકનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં શ્રી વાળીનાથ મંદિરથી કનુભાઈ સુથારના ઘર સુધી ૯,૧૪,૦૮૮/– રૂપિયા નું બનનાર પેવર બ્લોક (જનરલ)નું ખાત મુહૂર્ત સોમવારના રોજ સવારે સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદીશ્રી ઝાઝાવડાગ્વાલીનાથ જગ્યાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુ,સંતશ્રી કાર્તિકપુરીબાપુ,સંતશ્રી ભરપુરી બાપુની પાવન નિશ્રામાં થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકાના પૂર્વપ્રમુખ પ્રુથ્વીરાજસિંહ વાઘેલા,પ્રમુખ ચેતનાબેન એન.સોની ની ઉપસ્થિતિમાં શાસ્ત્રી નરેશભાઈ બી.જોષી (થરેચા) ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન થી મંત્રોચ્ચાર સાથે ગ્વાલીનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં ભૂમિ પૂજન તથા ખાત મહુર્ત કરવામાં આવેલ.ત્યારે થરા નગર પાલિકા ઈન્ચાર્જ ચીફ ઓફિસર ડૉ. પાયલબેન દેસાઈ,થરા શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી.પરમાર,મહામંત્રી રાઘવેન્દ્ર કે. જોષી,અલ્પેશભાઈ શાહ, વહેપારી અગ્રણી કિરીટભાઈ અખાણી,ખેડૂત અગ્રણી અણદાભાઈ એસ.ચૌધરી,જૈન અગ્રણી નવીનભાઈ શાહ, ચમનલાલ પ્રજાપતિ,શરદ સાંપરિયા,રઘુભાઈ મકવાણા સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી ગોળ- ધાણા,કેવડો-પેંડા ખાઈ મંદિરે દર્શન કરી સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Back to top button
error: Content is protected !!