MORBI:મોરબી માળિયા હાઇવે પર પાસ પરમીટ વગર નાં બે ડમ્પર પકડાયાં સાઇઠ લાખનો મુદ્દા માલ જપ્ત!
MORBI:મોરબી માળિયા હાઇવે પર પાસ પરમીટ વગર નાં બે ડમ્પર પકડાયાં સાઇઠ લાખનો મુદ્દા માલ જપ્ત!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં કોઈ પણ દિશામાં જાઓ ત્યાંથી તમોને સામેથી ખાણ ખનીજ ની પાસ પરમીટ વગર નાં ખનીજ ભરેલું ડમ્પર જોવા મળે.. મળે.. અને મળે.. ત્યારે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ એકાદા બે ડમ્પર પકડી લે છે. પરંતુ ત્યાં તો સો દોઢસો ની સંખ્યામાં ડમ્પરો નીકળી ગયા હોય છે. ત્યારે વધુ બે ડમ્પર પર પકડીને રૂપિયા સાઇઠ લાખથી વધુનો મુદ્દા માલ મોરબી જિલ્લા ખાણ ખનીજ ના કર્મચારીઓએ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ ના અધિકારી જે. એસ. વાઢેર ની સૂચના અન્વયે તેમનાં સ્ટાફ નાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને રવિ કણસાગરા સહિતની ટીમ મોરબી થી માળીયા હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતા ત્યારે ડમ્પર નંબર જીજે ૩૬ વી ૧૫૬૧ માં મોરમ ભરેલું અને જીજે ૧૨ બીવી૮૭૫૦ માં ચાઈના કલે ખનીજ ભરેલું તેમના કોઈ પણ પ્રકારના પાસ પરમીટ ન હોય અને ગેરકાયદેસર ખનીજ ભરેલું હોય બંને ડમ્પરો પકડી ને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે સીઝ કરવામાં આવેલ છે. અહીં એ વાત જણાવી દઈએ કે ખાણ ખનીજના પરિવહનની પ્રક્રિયા સાથે જોડાયેલા ડમરો સહિતના વાહનોને ફરજિયાત જીપીએસ લગાડવાનું હોય છે. અને ખાણ ખનીજો કમિશનર કચેરીનો ઘણા સમય પહેલાનો આ હુકમ છે. ત્યારે આ બે પકડાયેલા ડમ્પરો માં જીપીએસ લગાડ્યું છે કે કેમ? તેની તપાસ કરવામાં આવી છે કે કેમ? તે તપાસનો વિષય બને છે.










