BANASKANTHADEODAR

પાણી માટે લડત: દબાણો દૂર નહીં કરાય તો ઉર્ગ આંદોલન ની ચીમકી

પાણી માટે લડત: દબાણો દૂર નહીં કરાય તો ઉર્ગ આંદોલન ની ચીમકી

દિયોદર સણાવ ગામે તળાવ પાસે ગેરકાયદેસર દબાણો દૂર કરી પાણી છોડવાની ની માંગ ને લઈ પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું

પ્રતિનિધિ દિયોદર ફોટો

દબાણ દારો ના લીધે પાણીની પાઇપ લાઇનનું કામ અટકતા ગામલોકો પ્રાંત કચેરીએ પહોંચ્યા

દિયોદર તાલુકાના સણાવ ગામે તળાવમાં પાણી ભરવા માટે દબાણો ના કારણે પાણીની પાઇપ લાઇન નું કામ અટકતા ગામલોકો દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં આવેદનપત્ર પાઠવી સત્વરે દબાણો દૂર કરવાની માંગ કરી હતી જેમાં પાણી માટે ગેરકાયદેસર દબાણ દૂર નહીં કરાય તો આંદોલન ની ચીમકી આપી હતી

દિયોદર તાલુકાના સણાવ ગામે આવેલ સર્વ નંબર ૨૯૨ તળાવ પાસે વર્તમાન સમય તળાવમાં પાણી ભરવા માટે સરકારશ્રી ની પાણીની પાઇપ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે જેમાં તળાવમાં પાણી ભરવાનું હોવાથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો પરંતુ અમુક ઈસમો દ્વારા પંચાયત હસ્તક તળાવ પાસે ખરાબા ની જમીન પર દબાણો કરી દઈ દબાણો ખાલી ના કરતા પાણીની પાઇપ લાઇન નાખવાની કામગીરી અટકી હતી જેમાં તળાવ પાસે દબાણદારો એ પોતાના દબાણો દૂર ના કરતા ખેડૂતો રોષે ભરાયા હતા જેમાં સણાવ ગામે તળાવ પાસે ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી તળાવમાં પાણી છોડવાની માંગ સાથે સણાવ ગામના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવી તળાવ પાસે સરકાર ની જમીન ઉપર થયેલ દબાણો દૂર કરવાની માંગ કરી હતી આ બાબતે ગામલોકોએ જણાવેલ કે પંચાયત હસ્તક તળાવ પાસે અમુક ઈસમોએ ખોટી રીતે જમીન કબ્જે કરેલ છે અને ખેડૂતોને હાલ પાણી ની જરૂરિયાત છે જો તળાવમાં પાણી ભરવામાં નહીં આવે તો ખેડૂતોની હાલત કફોડી બને તેમ છે જેમાં પાણી ની પાઇપ લાઇન નાખવાની કામગીરી બંધ થયેલ હોવાથી અમુક ઈસમોએ તળાવ પાસે દબાણો કરેલ હોવાથી આ દબાણો દૂર કરવા માટે રજૂઆત કરી છે આ દબાણો દૂર નહીં કરાય તો પાણી માટે આંદોલન કરવું પડશે તો કરીશું

Back to top button
error: Content is protected !!