કસલપુરામા શ્રી રામજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા શોભાયાત્રા નીકળી.
કાંકરેજ તાલુકાના કસલપુરાની પાવન ધન્યધરામા શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગંગા સ્વરૂપ મુળીબેન ડાહ્યાભાઈ પ્રજાપતિ પરિવાર યજ્ઞના મુખ્ય યજમાનપદે

કસલપુરામા શ્રી રામજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા શોભાયાત્રા નીકળી.
કાંકરેજ તાલુકાના કસલપુરાની પાવન ધન્યધરામા શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગંગા સ્વરૂપ મુળીબેન ડાહ્યાભાઈ પ્રજાપતિ પરિવાર યજ્ઞના મુખ્ય યજમાનપદે, ઈશ્વરભાઈ પ્રજાપતિ,રાયાભાઈ પ્રજાપતિ,વિષ્ણુજી જસાલિયા, લવુજી જસાલિયાના સહ યજમાન પદે યજ્ઞના આચાર્ય શાસ્ત્રી જીતુભાઈ જોષી અધગામવાળાના મુખારવિંદે શાસ્ત્રોકત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે પૂજારી સોમભારથી ગોસ્વામીની ઉપસ્થિતિમા ફાગણસુદ બીજ ને ગુરૂવાર તા. ૧૯/૦૨/૨૦૨૬ થી ચોથ ને શનિવાર તા. ૨૧/૦૨/૨૦૨૬ સુધી ઉત્સવ યોજવાનો છે ત્યારે આજે દ્વિતીય દિવસે પ્રાતઃ પૂજન, જળ યાત્રા, શોભાયાત્રા, ૧૦૮ કળશ દ્વારા મહા અભિષેક, જલાધિવાસ,ધ્યાન ધિવાસ, નેત્ર મિલન,ધ્રુત નિવાસ, ન્યાસ કર્મ, સાંયન પૂજન,આરતી ઉતારી થાળ પીરસવામાં આવેલ. આવતી કાલે બપોરે ૧૨.૩૯ કલાકે વિજય મુહૂર્તમા શ્રી રામચંદ્ર પરિવાર અને શ્રી રાધા કૃષ્ણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સ્વ. મથુબેન રતિલાલ શાહ પરિવાર ના વરદ હસ્તે કરવામાં આવશે. આજે નીકળેલ શોભાયાત્રામા પરમ પૂજ્ય ૧૦૮ મહંતશ્રી બળદેવદાસજી મહારાજ શ્રી રામ અખાડા-ચવેલી,સંતશ્રી સોહમદાસ મહારાજ શ્રી સોહમ સેવા આશ્રમ રાજપુર, સંતશ્રી દાસબાપુ ટોટાણા ધામથી પધારી શોભાયાત્રામા જોડાઈ આશીર્વાદ આપ્યા હતા.દશરથ ગોવાળિયોએ સંસ્કૃતિક ભજનો તથા દોહા છંદની રમઝટ બોલાવેલ.પ્રથમ દિવસે સ્વ. મોતીભાઈ ધનાભાઈ દેસાઈ પરિવાર,સ્વ.હરગોવનભાઈ ધનાભાઈ દેસાઈ પરિવાર, દ્વિતીય દિવસે સ્વ.ડાહ્યાભાઈ કમાભાઈ પ્રજાપતિ પરિવારના દશરથભાઈ/મહેશભાઈ/દિનેશભાઈ,તૃતીય દિવસે દેસાઈ રમેશભાઈ ધનાભાઈ તરફથી અને અનેક સહિયોગી દાતાઓ તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવશે.અનેક દાતાઓએ ચડાવાનો લાભ લીધેલ અને અનેકે રોકડ રકમ આપી સહભાગી થયા હતા તેમ સોમાભાઈ પ્રજાપતિ,મુકેશભાઈ દેસાઈ અને ઠાકોર પોબાજી ભગતે જણાવ્યું હતું.આ અવસરે શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના સહમંત્રી રમેશભાઈ પ્રજાપતિ લુદ્રા, શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ સહીત વિશાળ સંખ્યામાં ભાવિકભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





