શ્રીમતી બી. કે. મહેતા આઈ.ટી. સેન્ટર BCA કોલેજ, પાલનપુર દ્વારા “Technical Events and Visual Art Events 2024-2025” યોજાઈ

3 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રીમતી બી. કે. મહેતા આઈ.ટી. સેન્ટર BCA કોલેજ, પાલનપુર દ્વારા 24મી અને 25મી જાન્યુઆરી 2025ના રોજ Technical Eventsમાં વિવિધ સ્પર્ધાઓનું નું આયોજન કરવામાં આવ્યું હતું. કંપ્યુટર પ્રોગ્રામિંગ એ એક શક્તિશાળી ટૂલ છે, જે આપણા જીવનને વધુ સરળ, કાર્યક્ષમ અને સર્જનાત્મક બનાવે છે. તથા પ્રોગ્રામિંગ દ્વારા વિદ્યાર્થી પોતાના વિચારોને નવો સ્વરૂપ આપી શકે એ હેતુથી Technical સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો દરમિયાન વિદ્યાર્થીઓએ વેબ ડિઝાઇન અને પ્રોગ્રામિંગ તથા લૉજિકલ વિચારશક્તિ અને પ્રોબ્લેમ સોલ્યૂશનમાં પોતાના વિચારોને પ્રસ્તુત કરીને પોતાની કલા અને ક્ષમતાઓ દર્શાવી હતી. જેમાં ‘C’ પ્રોગ્રામિંગ કોડિંગ સ્પર્ધા, વેબપેજ ડિઝાઇનિંગ સ્પર્ધા (HTML, CSS, JavaScript), પોસ્ટર પ્રસ્તુતિ સ્પર્ધા, શોર્ટ ફિલ્મ બનાવવાની સ્પર્ધા (60 સેકન્ડ રીલ), વિડીયો બનાવવાની સ્પર્ધા (7-15 મિનિટ વિડીયો) સામેલ હતા. આ વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રથમ ત્રણ વિજેતાઓને સન્માનવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોનું સફળ આયોજન કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી ડો. એન.એસ.ગુપ્તાના માર્ગદર્શન હેઠળ Technical Events કોઓર્ડિનેટર્ શ્રી. એસ. સી.માલવ તથા અન્ય સ્ટાફમિત્રો દ્વારા કરાયું હતું. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓના ટેકનિકલ અને સર્જનાત્મક કૌશલ્યને વધુ પ્રોત્સાહિત કરે छे.




