DEESA

એચ.વી વાલાણી હાઈસ્કૂલ, ભીલડીમાં પૂજ્ય મહારાજનું પ્રેરણાદાયી પ્રવચન

એચ.વી વાલાણી હાઈસ્કૂલ, ભીલડીમાં પૂજ્ય મહારાજ સાહેબનું પ્રેરણાદાયી પ્રવચન ભીલડી સ્થિત એચ.વી વાલાણી હાઈસ્કૂલ ખાતે પૂજ્ય મહારાજ સાહેબનું ભવ્ય અને પ્રેરણાદાયી પ્રવચન યોજાયું હતું. પ્રવચન દરમિયાન પૂજ્ય મહારાજ સાહેબે આજના યુવાનોમાં વધતા મોબાઈલના અતિઉપયોગ તથા બહારના પડિકા-જંકફૂડ ખાવાથી થતા શારીરિક અને માનસિક નુકસાન વિશે સરળ ભાષામાં મહત્વપૂર્ણ સમજ આપી હતી.તેમણે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની પ્રેરણાદાયી વાર્તા દ્વારા “કર્મ કરવું એ જ જીવનનું સાચું ધ્યેય છે” એવો સંદેશ આપીને વિદ્યાર્થીઓને જીવનમાં સકારાત્મક દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા.આ પ્રવચનથી પ્રભાવિત થઈ અનેક વિદ્યાર્થીઓએ વ્યસન ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો તેમજ જીવનમાં સારા માર્ગે ચાલવા માટે અનેક સકારાત્મક પ્રતિજ્ઞાઓ લીધી હતી.કાર્યક્રમના અંતે શાળાના સ્ટાફ પરિવાર દ્વારા પૂજ્ય મહારાજ સાહેબનું આશિર્વાદ લીધા હતા. આ પ્રવચન વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક અને યાદગાર બન્યું હતું... ભરત ઠાકોર ભીલડી

Back to top button
error: Content is protected !!