થરાદમાં જગન્નાથજીનું નાઈ સમાજ દ્વારા 45 હજાર નું મામેરું ભરાયું
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં અષાઢી બીજની રથયાત્રા પહેલા નાઈ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, શૈલેષભાઈ પટેલ, ગુલાબસિંહ રાજપૂત સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રા અને ભાઈ બળદેવજીને મામાના ઘરે મૂકવામાં આવ્યા હતા. આદેશ મંદિર ખાતે ભગવાન મોસાળમાં રોકાયા હતા.મામેરાના પ્રસંગમાં પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ, આંબાભાઇ નાઇ, રવજીભાઈ નાઇ અને વાસુદેવ નાઇ સહિત નાઈ સમાજના આગેવાનો અને શ્રીરામ સેવા સમિતિના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યભરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. સંખ્યામાં ભક્તો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યભરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. આ પહેલા પરંપરા મુજબ ભગવાનનું મામેરું ભરવામાં આવે છે. થરાદમાં પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.