વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે વિધવા મહિલાની જમીન પર અમુક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરતા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં રજૂઆત કરી ન્યાયની માંગણી કરી..
<span;>ડાંગ જિલ્લાનાં આહવાનાં પટેલપાડા ખાતે 50 વર્ષ પહેલાની એક વિધવા મહિલાનાં કબજાની સરકારની ખાલસા કરેલ પડતર જમીન ઉપર બળજબરીથી કબજો કરવામાં આવેલ હોય ત્યારે આ ગેરકાયદેસર કબજો હટાવવામાં આવે અને પડતર જમીનનો કબજો વિધવા મહિલાને આપવામાં આવે અથવા સરકારમાં પરત લઈ જાહેર હિતનાં ઉપયોગમાં લેવા તથા સરકારની પડતર જમીન પોતાની મિલકત સમજી ખરીદી વેચાણ કરનાર સામે જમીન એક્ટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિધવા મહિલાએ ડાંગ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં મુદ્દાનો સમાવેશ કરવા લેખિતમાં રજૂઆત કરી છે.ડાંગ જિલ્લાનાં આહવાનાં પટેલપાડા ખાતે છેલ્લા 65 વર્ષથી વસવાટ કરતા આઇતીબેન લાહનુભાઈ વારડેની ખાલસા થયેલ પડતર જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરવા અંગે છ જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ડાંગ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં રજૂઆત કરેલ છે.ત્યારે આ રજૂઆતમાં જણાવવામાં આવ્યુ છે કે આહવા પટેલ વાડામાં આવેલ સર્વે નંબર ૧૭૬૬ પૈકી અંદાજિત ૧૦૦×૧૦૦ મીટરની જમીનના મૂળ જમીન ધારા ખેડૂત બાબલયા ભાઈ સામજ્યાભાઈ પવાર હોય જેમની પાસેથી આઇતિબેનનાં પતિ દ્વારા જમીનધારકની સંમતિથી ઘર અને વાડા પ્લોટ માટે જમીન માંગેલ હતી અને આ જમીન ઉપર આઇતિબેન ઘર બનાવી તથા વાડાનો પણ છેલ્લા 60 વર્ષથી ભોગવટો કરી રહ્યા છે.જો કે ગત તા.08/05/2024 નાં રોજ આઇતિબેનનાં ફળિયામાં રહેતા સાકીર બસીરભાઈ વાની તથા તેમની પત્ની જાયદાબેન તથા તેમના પુત્ર એઝાઝ, અબઝલ,સોહેલનાઓએ આઇતિબેનની જાણ બહાર અને તેમને સંમતિ લીધા વિના જ પોતાની ભેંસ તથા ઘાસ મૂકી અને મુખ્ય રસ્તાને અડીને તાર કમ્પાઉન્ડ કરી પાયા ઉપર આઇતિબેનની પોતાની થાંભલીઓ નાંખેલ હતી એ થાંભલીઓ ઉપર એક લાઈન નાખી ગેરકાયદેસર બળજબરીથી ઇરાદાપૂર્વક કબજો જમાવી લીધો છે.તેમજ આ અંગે આઇતિબેન તેમને પૂછવા ગયા હતા ત્યારે આ તમામ વ્યક્તિઓ આઇતિબેનને ડંડા અને લાકડાના ઘા ઝીંકી હુમલો કરેલ તથા જાતિ વિષયક અભદ્ર ગાળો આપી તેમને અપમાનિત કર્યા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી.તેમજ કહ્યું હતું કે,” ડાકણ ગટરમાં રહેલ કીડા સુવર ડાંગી ભુસ જેવા અભદ્ર શબ્દો બોલી તેમને જાહેરમાં અપમાનિત કરેલ તથા અમે ખૂબ ખતરનાક છીએ અમને કોઈ કાનૂન કાયદા નડતા નથી આમ કહી તને મારે નાખી શું અને તારી લાશ અહીં આવેલ ઝાડીમાં ફેંકી દઈશું તો પણ અમારો કોઈ કઈ બગાડી નહિ શકે કારણ કે અમે પોલીસવાળા છે હું પોલીસ અને આખી સરકાર મારા ખિસ્સામાં રાખું છુ.” આમ વિધવા મહિલા આઇતિબેન ને આ પ્રકારની મારામારી અને ધાક ધમકીઓ આપી તેમના કબજાની જમીનમાંથી ભગાડવાની ઈરાદાપૂર્વકની ગેરવર્તણૂક કરેલ છે અને જોર જોરથી જણાવતા કે એ જમીન ચેતનભાઇ રામજીભાઈ આહિરે પાસેથી 12 લાખમાં વેચાતા લઈ લીધી છે.તારે આ જગ્યા ઉપર કાંઈ અધિકાર નથી એમ અનેક પ્રકારે આઇતિબેન સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે.અને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે.જેને લઈને આહવા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ તથા કલેકટર તથા પ્રાંત અધિકારીને અનેક વાર લેખિતમાં ફરિયાદ કરવા છતાં પણ વિધવા મહિલાને આજ દિન સુધી કંઈ જ સાંભળવામાં આવેલ નથી.કારણ કે સામે વાળો પૈસાવાળો અને ચાલુ પોલીસ સત્તાધારી છે.ત્યારે આ તમામ વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને વિધવા મહિલાને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવેલ છે.ત્યારે આ વિધવા મહિલાને ન્યાય મળશે કે પછી રોજરોજ ધરમનાં ધક્કા ખાશે તે આવનાર સમય જ બતાવશે..