LUNAWADAMAHISAGAR

હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા. શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ અને ધો.10-12નો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

હાજી જી. યુ. પટેલ હાઈસ્કૂલ, લુણાવાડા.

શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ અને ધો.10-12નો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો”

શાળામાં આજ તા. 06.03.2023 ને સોમવારના રોજ સવારે 9.00 કલાકે વાર્ષિક ઈનામ વિતરણ અને ધો.10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆત કલામે પાકની તિલાવતથી કરવામાં આવી. કાર્યક્રમમાં ધો.10-12 ના વિદ્યાર્થીઓએ પોતાના સ્મરણો તાજા કર્યા હતા અને શાળા સાથે કાયમ જોડાયેલા રહી, શાળાના વિકાસ માટે હંમેશા તત્પર રહીશું તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકમિત્રો દ્વારા બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આચાર્યએ આવેલ તમામ મહેમાનોને આવકાર આપી તેમનો પરિચય આપ્યો હતો સાથે વર્ષ દરમિયાન અભ્યાસ, સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર અને ઉત્કૃષ્ઠ દેખાવ કરનારને અભિનંદન આપ્યા હતા અને કોઈ પણ સંજોગોમાં હિંમત હાર્યા વગર આગળ વધવા અને અભ્યાસ સાથે પોતાનામાં સ્કીલનો વિકાસ કરવા જણાવી, વ્યક્તિત્વ વિકાસનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે શાળા મંડળના ઉપપ્રમુખ જનાબ અહમદ પટેલ સાહેબે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ ધ્યાન આપવા અને સમાજ, દેશનું નામ રોશન કરવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને શિક્ષણ તેમજ સમાજ સેવા સાથે જોડાયેલા મોડાસાના જનાબ ડૉ. ઈફ્તેખાર મલેક સાહેબે પોતાના પ્રવચનમાં વર્તમાન સમયમાં શિક્ષણની કેટલી જરૂરીયાત છે અને આપણે કેટલા ગાફિલ છે તેના વિશે સુંદર સમજૂતિ આપીને વિદ્યાર્થીઓને સતત અને પૂર્ણ શિક્ષણ લેવા પર ભાર મૂક્યો હતો સાથે વાલીઓને પણ પોતાના સંતાનની શિક્ષણ સંબંધી ચિંતા કરવા જણાવ્યું હતું.આ પ્રસંગે શાળા મંડળના પ્રમુખ જનાબ મુસ્તાક રશીદ સાહબ, સેક્રેટરી જનાબ શબ્બીર પટેલ સાહબ, જો.સેક્રેટરી જનાબ જમીલ રશીદ સાહબ તેમજ  પત્રકાર આશીફભાઈ શેખ તેમજ અન્ય ટ્રસ્ટી હજરાત હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. કાર્યક્રમમાં સમાજના ઉલમા એ કિરામ, અન્ય વડીલો અને વાલી હજરાત પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યાર બાદ વર્ષ દરમિયાન અભ્યાસ અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓ તેમજ બોર્ડમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા હતા. આ તબક્કે ઈનામો માટે સખી હજરાતનો ખૂબ આભાર વ્યક્ત કરવા સાથે તેમના માટે અલ્લાહથી દુવાઓ કરીએ છીએ.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શાળાના પૂર્વ પ્રમુખ જનાબ સાદિકભાઈ સિભાઈ સાહેબે “શાળામાં ધો.11-12 સાયન્સ શરૂ કરવા માટે 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.” અલ્લાહ તેમને બન્ને જહાંમાં બેહતરીન બદલો આપે.આમીન.

એકંદરે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ સ્ટાફમિત્રોએ ખૂબ મહેનત કરી હતી. કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન શાળાના શિક્ષકો જનાબ આઈ.એમ. પઠાણ અને જનાબ આઈ.એ. ઉમરજીએ કર્યું હતું.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!