તા.૨૫.૦૮.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:લીમખેડા પીપલોદ રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જવાથી ગંભીર ઇજા થવાંથી અજાણી મહિલાનું મોત
લીમખેડા અને પીપલોદ રેલ્વે ટ્રેક પર અજાણી યુવતીની લાશ મળી આવતા GRP પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમં અર્થે ખસેડી પરિવારની શોધખોડ હાથ ધરી આજરોજ તા.૨૪.૦૮.૨૦૨૪ ના શનિવાર સવારે.૬.૩૦ કલાકે વાત કરીયેતો લીમખેડા પીપલોદ રેલ્વે ટ્રેક પર ચાલુ ટ્રેન એ આશરે ૨૫ વર્ષીય યુવતી પડી જતા તે યુવતીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા યુવતીનું કમ કમાટી ભર્યું મોત નીપજયું હતું યુવતીએ શરીરે મરૂન કલરની કુર્તી અને કાળી કલરની લેગીસ પહેરેલ હતી કોઈ અજાણી યુવતી ડાઉન લાઈન પર પડી તેનું મોત નીપજ્યું જે જાણ રાજકીય રેલ્વે પોલીસ ને કરવામાં આવતા રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી લાશને પોસ્ટ મોટર્મ અર્થે ખસેડી યુવતીના પરિવારની શોધખોળ હાથ ધરી પણ હાલ સુધી યુવતીના પરિવારની કોઈ જાણ ન તથા જે કોઈ આ યુવતીને ઓળખતો હોય તો રાજકીય રેલ્વે પોલીસનો સંપર્ક કરવા જાણ કરવામાં આવી છે