BANASKANTHALAKHANI

લાખણી તાલુકા કક્ષાનો સેવાસેતુ (ગ્રામ્ય) કાર્યક્રમ ચિત્રોડા અને ગોઢા ગામે યોજાયો

નારણ ગોહિલ લાખણી

સરકાર દ્વારા હાથ ધરાતી અનેક વિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવુતિઓ તથા વહીવટી પરત્વે પ્રજાના પ્રશ્નોના ન્યાયિક ચોક્કસ તથા ઝડપી ઉકેલ આવે તેવા હેતુ થી સેવાસેતુ કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવ્યું લાખણી તાલુકાના બે ગામ અલગ ચિત્રોડા પ્રાથમિક શાળા અને ગોઢા પ્રાથમિક શાળા મા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જોકે ચિત્રોડા પ્રાથમિક શાળા મા આજુબાજુ ના ગામો જેવા કે ચિત્રોડા પેપળુ શેરગઢ ધરણવા ડેરા કાતરવા ગામડી ડોડાણા મટુ ચેકરા આવરી લેવામાં આવ્યા જેમા ગોઢા પ્રાથમિક શાળા મા ગોઢા આજુબાજુ સહિત જેવા કે ગોઢા મોટા કાપરા નાના કાપરા ઝાકોલ નાણી અને દેવસરી સહીત ગામો આવરી લેવા મા આવ્યા જોકે સરકાર શ્રી દ્વારા છેવાડા નો એક પણ લાભાર્થી સરકારી યોજના થી વંચિત ના રહે લાખણી તાલુકાના ચિત્રોડા અને ગોઢા ખાતે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમ નો લાભાર્થી ઓ એ લાભ લીધો જેમા રાજ્ય સરકાર ની પ્રજાલક્ષી યોજનાઓ નો લાભ નાગરિકો ને સરળતા થી મળી રહે તે હેતુથી કાર્યક્રમ યોજાયો આ સેવા સેતુ કાર્યક્રમ મા નાગરિકો ને જાતિ આવક નોન ક્રિમિલેયર પ્રમાપત્રો રેશનકાર્ડ સંબંધિત કામગીરી દફતરી તપાસ અને સારવાર બેકિંગ સેવાઓ આધારકાર્ડ એસટી બસ પાસ આર્થિક લાભની વિવિધ યોજનાઓ અને મહેસુલી સહિત સરકારી સેવાઓ એક સ્થળે પુરી પાડવા મા આવી લાખણી તાલુકા મામલતદાર સહિત અન્ય તમાંમ વિભાગીય સ્ટાફ હાજર રહી નિર્ધારિત ગામો એ પુરો લાભ મેળવ્યો નાગરિકો એ પણ ખુશી વ્યકત કરી આભાર માન્યો હતો

Back to top button
error: Content is protected !!