BANASKANTHATHARAD
આનંદનગર પ્રા. શાળા થરાદ ૩માં તિથી ભોજન

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
આનંદનગર પ્રા. શાળા થરાદ-3 ખાતે આજ રોજ સ્વ. સાન્વિબેન કિરણભાઇ માળી હસ્તે કિરણભાઇ રુપસીભાઇ માળી તરફથી શાળાના 904 બાળકો તેમજ શાળાના તમામ સ્ટાફને મોહનથાળ, પુરી-શાક, દાળ-ભાત, છાસનું તિથીભોજન આપવામાં આવ્યું.આ પ્રસંગે થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી પથુભાઇ રાજપૂત તથા શ્રી લલિતભાઈ બી. ત્રિવેદી વિસ્તરણ અધિકારી સહકાર વગેરે ઉપસ્થિત રહયા હતા.શાળાના આચાર્ય શ્રી એંમ.કે. મણવર તથા સ્ટાફ મિત્રોએ તિથિભોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ દાતાશ્રીને શાલ તથા પુસ્તક આપી સન્માનીત કર્યા હતા.



