BANASKANTHAPALANPUR

મહેશ્વરી યુવક મંડળ દ્વારા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલય, પાલનપુર ખાતે કરવામાં આવેલ

29 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મહેશ્વરી યુવક મંડળ દ્વારા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલય, પાલનપુર ખાતે કરવામાં આવેલ જેમાં મહેશ્વરી સમાજ પાલનપુરના 65 સભ્યોએ આ કેમ્પનો લાભ લીધેલ. દરેક સભ્યોના ફુલ બોડી ચેકઅપ ઇસીજી અને સોનોગ્રાફી સાથે કમ્પ્લીટ રિપોર્ટનો ફિઝિશિયન ડોક્ટર જોડે ચેકઅપ કરવામાં આવેલ.માઇક્રોન લેબોરેટરી તરફથી, શુભ ડાયગ્નોસ્ટિક સેન્ટર તરફથી રાહત દરે અને સ્વસ્તિક આઈસીયુ તરફથી ફ્રી ECG રીપોર્ટસ માટે સેવાનો લાભ મળેલ.ડો.મેહુલ ચૌધરી, ડો. અશોક સોડલા અને ડો. બોની અગ્રવાલ તરફથી કેમ્પ માં ફ્રી ચેક અપ માટે સેવામળેલ.મહર્ષિ દયાનંદ સરસ્વતી મહેશ્વરી સ્કૂલ તરફથી શાળાના પ્રાંગણમાં કેમ્પ માટે ચાય નાસ્તા સાથે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ. શાળાના મેનેજમેન્ટ અને સ્ટાફનો પણ આ પ્રોગ્રામમાં સંપૂર્ણ સહયોગ વ્યવસ્થા અને કામગીરી માટે મળેલ. પ્રોગ્રામ કન્વીનર લોકેશભાઇ ચંદીરા તેમજ તેમની ટીમ દ્વારા આ પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!