BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર જિલ્લાની નદીઓ અને કોતરોમાં થતી ચોરી ને મોકડું મેદાન મળ્યું ચોમાસાની પૂર્વ તૈયારી નેલઇ રેત માંફીયા ઓ દ્વારા હિટાચી મશીનો નદીમાં ઉતારી દેવામાં આવ્યા.

છોટાઉદેપુર જિલ્લાની હદમાં મધ્ય પ્રદેશની સરહદ ઉપર રેતી ચોરીનો વેપલો ખૂબ મોટા પ્રમાણમાં થતો હોય તેમ દેખાઈ રહ્યું છે.

નદીમાં આખે આખા હિટાચી મશીન,અને ટર્બા ઉતારી બેફામ રેતી ઉલેચાતી હોયછે જ્યાં તંત્ર દ્વારા લિઝો ફાળવેલ નથી ત્યાં પુર જોશમાં કોઈના ડર અને કાયદાના ભય વગર બેફામ રેતી ચોરી થઈ રહી છે. જ્યારે ઓરસંગ નદી તો ઠીક પરંતુ હવે નાના કોતરો માંથી પણ રેતી ખોદવાનું પુર જોશમાં ચાલુ થઈ ગયું છે. શું આ ખનીજ સરકારની સંપત્તિ નથી? જ્યારે છોટાઉદેપુર ના ઝોઝ, અલસીપુર,વીરપુર,ઉખલવાંટ જેવા ગામોમાં નદી કોતરોમાંથી ધોળે દિવસે રેતી ચોરી થતી હોવાની ફરિયાદ પ્રજા કરી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા ફેરકુવા, ભોરદા, ભોરદલી અને મધ્યપ્રદેશના સાજનપુર ગામે મોટી માત્રામાં રેતીનું કૌભાંડ ચાલતું ફોવાની લોક ચર્ચા ચાલી છે. જેમાં રેતી ગુજરાતની સીમા માંથી ભરવાની જ્યારે રોયલ્ટી મધ્યપ્રદેધની બતાવવાની તેવા કૌભંડો મોટા પ્રમાણમાં ચાલતા હોય રાત્રીના સમયે ગુજરાતની સીમમાંથી તકનો લાભ જોઈ ફટાફટ મધ્યપ્રદેશની ગાડીઓ રેતી ભરી પરત ગુજરાતમાંથી મધ્યપ્રદેશમાં મોકલી દેવામાં આવે છે.અને તેઓને મધ્યપ્રદેશની રોયલ્ટી પાસ આપી દેવામાં આવે છે તેવી ચર્ચાઓ જોર શોરમાં વહેતી થઈ છે.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી છોટાઉદેપુર

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!