આદિવાસી યુવાન મુસ્લિમ ઘરની સગીરાને ભગાડી જતાં ફરિયાદ

ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતા મુસ્લીમ પરિવારની સગીરાને ગામમાં જ દાદીના ઘરે રહેવા આવેલાં મુળ ઝઘડિયાના યુવાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા તાલુકામાં રહેતો કિશન ઉર્ફે ભયલો વસાવા ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં તેની દાદીને ત્યાં રહેવા આવ્યો હતો. દરમિયાનમાં તેણે ગામમાં રહેતી મુસ્લીમ પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. દરમિયાનમાં તેણે ગત 6 ઓગષ્ટના રોજ સગીરાને ભગાડી ગયો હતો. બે મહિના સુધી પરિવારજનોએ તેમને શોધવા અનેક પ્રયાસ કર્યાં હતાં. અરસામાં 4 ઓક્ટોબરે સગીરા ઘરે પરત આવી હતી. પરિવારજનોએ સગીરાની પુછપરછ કરતાં સગીરાએ તેમને જણાવ્યું હતું કે, બે મહિનામાં કિશને તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. અરસામાં 7 ઓક્ટોબરે કિશન સગીરાને પરત ભગાડી ગયો હતો. બનાવને પગલે સગીરાની માતાએ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


