નાઇ સમાજે ધંધા રોજગાર બંધ રાખી યુવકના પરિવારને ન્યાય માટે રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું

ન્યાય ની માંગ:ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ યુવકનું મોત નીપજતા મામલો બિચકયો
દિયોદર રિયાબા હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારી ડોકટરની ગેરહાજરીમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
થોડા સમય અગાઉ પેટમાં દુઃખાવાના કારણે સુરેશ નાઇ ને સારવાર અર્થ લાવ્યા બાદ એકાએક મોત થયું હતું પરિવારજનોએ કસૂરવાર સામે કાર્યવાહી કરવા માંગ કરી
:નાઇ સમાજે ધંધા રોજગાર બંધ રાખી યુવકના પરિવારને ન્યાય માટે રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું
:મામલતદાર કચેરી બહાર તબીબ સામે કાર્યવાહી કરવા નાઇ સમાજે દેખાવો કર્યો :પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરાઈ
દિયોદરમાં થોડા દિવસો અગાઉ દિયોદરમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ યુવકનું મોત નિપજ્યુ હોવાના મામલે પરિવારજનોએ હૉસ્પિટલ માં ડોકટરની ગેરહાજરીમાં સ્ટાફ દ્વારા સારવારમાં બેદરકારી રાખી હોવાનો આક્ષેપ કર્યો છે જેમાં સ્ટાફની બેદરકારીના કારણે યુવકનું મોત થયું હોવાના મામલે પરિવારજનોએ ન્યાય ની માંગ ને લઈ મામલતદાર કચેરી બહાર દેખાવો કરી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી પોલીસ મથકે કસૂરવાર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે
દિયોદરમાં રહેતા સુરેશભાઈ નાઇ ને થોડા સમય અગાઉ પેટમાં દુખાવો ઉપાડતા પરિવારજનોએ સુરેશભાઈ નાઇ ને સારવાર અર્થ દિયોદર રિયાબા હોસ્પિટલમાં સારવાર અર્થ લાવ્યા હતા જ્યાં ડોકટર ની ગેરહાજરીમાં સ્ટાફના માણસો દ્વારા સારવાર કર્યા બાદ બીજા દિવસે સુરેશભાઈ નાઇ નું એકાએક મોત નીપજતા પરિવારજનો રોષે ભરાયા હતા જેમાં મૃતક સુરેશભાઈ નાઇ અંતિમ ક્રિયા બાદ તેમના પુત્ર કિરણભાઈ નાઇ એ દિયોદર પોલીસ મથક અને આરોગ્ય વિભાગને રિયાબા હોસ્પિટલ ના સ્ટાફ અને ડોકટર વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી જ્યાં પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને મંગળવારે મૃતક યુવાન ના ઘરે નાઇ સમાજે એક બેઠક યોજી પરિવારને ન્યાય મળે તે માટે દિયોદરમાં નાઇ સમાજે ધંધા રોજગાર બંધ રાખી મામલતદાર કચેરી આગળ હોસ્પિટલ વિરોધ રેલી યોજી સૂત્રોચાર કરી મામલતદાર કચેરી બહાર સમાજે દેખાવો કર્યો હતો જ્યાં સમાજે પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર આપી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી જેમાં સમગ્ર નાઇ સમાજના લોકો ઘટનામાં કસૂરવાર સામે પોલીસ ફરિયાદ માટે દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં હોસ્પિટલ ના સ્ટાફ અને ડોકટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની રજૂઆત કરી હતી
હોસ્પિટલમાં ડોકટર હાજર હતા કે કેમ ? તપાસ થશે
એક બાજુ દિયોદર યુવાનના મોત ને લઈ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે રિયાબા હોસ્પિટલમાં ડોકટર ની ગેરહાજરીમાં સ્ટાફ દ્વારા સારવાર કરાઈ હતી જ્યાં સારવાર લીધા બાદ બીજા દિવસે સવારે યુવાનનું મોત થયું હતું જેમાં ડોકટરની ગેરહાજરીમાં સ્ટાફ દ્વારા દર્દીઓ ને સારવાર આપવામાં આવી હતી તો શું જ્યારે દર્દી ને સારવાર અર્થ લાવવામાં આવ્યો ત્યાં રાત્રિના સમયે જવાબદાર ડોકટર હાજર હતા? શું જવાબદાર ડોકટર વિના સ્ટાફ દ્વારા સારવાર કરવી કેટલી યોગ્ય ? શું સમગ્ર મામલે તપાસ થશે….તેને લઈ પ્રશ્નો ઉઠ્યા છે
: ડોકટર ની ગેરહાજરીમાં મારા પિતાની સ્ટાફ દ્વારા સારવાર અપાઈ હતી : કિરણ નાઇ પુત્ર
આ બાબતે મૃતક સુરેશભાઈ નાઇ ના પુત્ર કિરણ નાઇ જણાવ્યું હતું કે ૨૮/૧૧/૨૦૨૫ ના રાત્રે મારા પિતાને પેટમાં દુખાવો થતા સારવાર માટે રિયાબા હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં ડોકટર ની ગેરહાજરીમાં મારા પિતાને આઈ સી યુ માં લઈ જઈ સ્ટાફના માણસો દ્વારા સારવાર આપેલ જ્યાં બીજા દિવસે મારા પિતા ઊંઘ માંથી ઊભા ન થતા ફરી ૧૦૮ માં રિયાબા હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા જ્યાં ડોકટર હાજર હતા અને મારા પિતાને આઈ સી યુ માં લઈ ગયા બાદ મૃત જાહેર કરેલ જેમાં રાત્રે ડોકટર ની ગેરહાજરીમાં સ્ટાફના માણસોએ મારા પિતાની ની સારવાર કરી છે ડિગ્રી વગરના માણસોએ સારવાર કરી જેમાં મારા પિતાનું અવસાન થયું છે અમને ન્યાય મળવો જોઈએ
:નાઇ સમાજે પરિવારને ન્યાય મળે તે માટે ધંધા રોજગાર બંધ રાખી રેલી યોજી પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું
યુવાનના મોત મામલે દિયોદરમાં નાઇ સમાજે પરિવારને ન્યાય મળે તે માટે સમગ્ર દિયોદર આજુ બાજુ વિસ્તાર માંથી નાઇ સમાજના લોકો ઉમટી પડ્યા હતા જ્યાં મૃતક ના ઘરે બેઠક યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ નાઇ સમાજે સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તે માટે રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવ્યું હતું અને કસૂરવાર સ્ટાફ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી
સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે : આરોગ્ય અધિકારી
આ બાબતે દિયોદર આરોગ્ય અધિકારી સ્વામી એ જણાવેલ કે સમગ્ર મામલે જે વિસ્તારના મેડિકલ ઓફિસર ને તપાસ સોંપવામાં આવી છે જે તપાસ થશે જે બાબત ની કાર્યવાહી કરવામાં આવશે




