શ્રીમતી સાળવી સ્વસ્તિક પ્રાથમિક શાળા, પાલનપુર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

28 ફેબ્રુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા
ભારતના રાષ્ટ્રીય વૈજ્ઞાનિક ડો .ચંદ્રશેખર વેંકટ રામન દ્વારા એક મહાન શોધ કરવામાં આવી હતી. જેનું નામ હતું રામન ઇફેક્ટ. બાળકો અને યુવા પેઢીને પ્રેરણા મળે તેવા આશયથી સમગ્ર ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરી ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને યાદગાર બનાવવા શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે
સંસ્થાના ટ્રસ્ટી સતિષભાઈ વોરા, અમૃતભાઈ જુડાલ , અલ્પેશભાઈ સોલંકી તેમજ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિજ્ઞાન દિવસની ઉજવણી પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ ભારતના હોનહાર અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને રાકેશ શર્મા જેવા વૈજ્ઞાનિકોનો પરિચય અપાતા વક્તવ્ય, વિજ્ઞાન મોડેલ, અભિનય ગીત અને સમાજમાંથી અંધ શ્રદ્ધાને દૂર કરી વિજ્ઞાનની સાચી સમજ દર્શાવતી સુંદર નાટ્યકૃતિ રજૂ કરી હતી. બનાસકાંઠાની 43મી જિલ્લા સ્કાઉટ- ગાઈડ રેલીમાં શ્રેષ્ઠ પ્રદર્શન મેળવનાર બાળકોને મહેમાનો દ્વારા બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શિક્ષણપ્રેમી એવા સતિષભાઈ વોરા સાહેબે બાળ વૈજ્ઞાનિકોને પ્રેરણા મળી રહે તેવા આશિષ આપ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ, રવિન્દ્રભાઈ મેણાત અને ઉપાચાર્ય રંજનબેન પટેલ , સુપરવાઇઝર બેન શ્રીમતી પીનાબેન પટેલ, હીનાબેન પટેલ અને સમગ્ર સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું.







