વડગામ ના પાંચડા ખાતે પ્રા.આરોગ્ય કેન્દ્ર દ્વારા “રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ” યોજાયો
12 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
વડગામ ના પાંચડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુ. પ્ર ભાજપ બક્ષીપંચ મોરચા સદસ્ય મુકેશભાઈ દરજી ની અધ્યક્ષતા માં શનિવારે “રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ મુક્ત ગામ કાર્યક્ર્મ” અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 (TFYC 2.0)કેમ્પેઈન અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ બનાસકાંઠા દ્વારાં મુખ્ય જિ.આરોગ્ય અધિકારી,એપેડેમીક મે.ઓ.,તા. હેલ્થ ઓફિસર ડૉ. પ્રકાશભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ “તમાકુ મુક્ત ગામ અંતર્ગત પાંચડા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં ગામ તમાકુ મુક્ત બને, તમાકુ સ્મોક ફ્રી વિલેજ બને, લોકો તમાકુ ન ખાય એ વિશેના સૂત્રોચાર કરવામાં આવ્યા. કાર્યક્રમને સફળ બનાવવા માટે હેલ્થ સુપરવાઇઝર એલ.એ.નાઇ,મે.ઓ. ડો.આશિષ ભાઈ રાઠોડ, તમામ આરોગ્ય સ્ટાફે જેહમત ઉઠાવી હતી. પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.




