ગવરા પ્રા શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો
8 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
ગવરા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ પ્રસંગ રાખવામાં આવેલ હતો એમાં ૧૦ ગુરૂજીઓ અને ૪૫૫ વિદ્યાથીઓ એમ કુલ ૪૬૫ વ્યક્તિઓ જોડાયા હતા.ગવરા પ્રાથમિક શાળાની બાજુમાં ગવરા ગામની નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે.શાળા પરિવારે નવરાત્રી મહોત્સવ ની વાત કરી તો ગવરા ગામના અને જેમનું ઘર શાળાની બાજુમાં છે તેવા એક સક્રિય અને ઉત્સાહી તેમજ આદર્શ વ્યક્તિ ભીમાભાઈ ધ્રાંગી એ ગવરા ગામનું નવરાત્રીનું ડી.જે.ચાલુ કરી આપ્યું અને ભીમાભાઈએ બે કલાકનું સમયનું દાન કર્યું પ્રથમ અંબે માં ની આરતી કરવામાં આવી પછી પ્રસાદી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. પછી સૌ શાળા પરિવાર પોતાની રીતે ગરબા ઘૂમ્યા અને નવરાત્રી મહોત્સવ માં દરેકે નાચવાની ખૂબ જ રમઝટ બોલાવી.આ કાર્યક્રમ નો સંપૂર્ણ શ્રેય ગવરા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ,સક્રિય,ઉત્સાહી,ખંતીલા આચાર્ય બેન શ્રી સેજલબેન સોની તેમજ શાળા પરિવાર ના ફાળે જાય છે.શાળા પરિવારે ખૂબ જ અનેરા ઉત્સાહ અને હોશભેર થી આ કાર્યક્રમને દિપાવ્યો હતો.