THARAD

થરાદ માર્કેટયાર્ડ ખાતે નો ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ

થરાદ માર્કેટયાર્ડ ખાતે પોલીસ દ્વારા ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં ડ્રગ્સની બદી સામે લડવા અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનો હતો.કાર્યક્રમમાં છ પોલીસ મથકના અખંડ ભારત પોલીસ મિત્રોએ સક્રિય ભાગીદારી નોંધાવી. સ્થાનિક નાગરિકો અને પોલીસ કર્મચારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી. આ દરમિયાન ડ્રગ્સના દુરુપયોગ અને તેની ગેરકાયદેસર હેરફેર અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા.થરાદ ડીવાયએસપીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ડ્રગ્સથી થતા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે જણાવ્યું કે ડ્રગ્સ અંગે કોઈ માહિતી મળે તો તુરંત પોલીસનો સંપર્ક કરવો. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસ આવી માહિતીના આધારે કડક કાર્યવાહી કરશે.

Back to top button
error: Content is protected !!