Navsari: શ્રીમદ ભગવદ ગીતાનું મનોવિજ્ઞાન ચીખલીના 3000 વિધાર્થીથી શરૂઆત 31000 પહોંચશે

વાત્સલ્યમ સમાચાર
ચીખલી નવસારી

આ કોર્સ 3000 વિદ્યાર્થીઓની હાજરીમાં શરૂ કરવામાં આવ્યો હતો. અને ડાંગ, નવસારી, વલસાડના 31000 વિધાર્થી સુધી આનંદ આશ્રમ, ડાંગ દ્રારા પહોંચાડાશે.યોગી અરુણાનંદ મુનિએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના મનોવિજ્ઞાનનો 5 વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ આ કોર્સ બનાવવામાં આવ્યો છે. આ જીવનનો એક એવો અભ્યાસક્રમ છે જે માણસની તમામ સમસ્યાઓનો નાશ કરીને જીવન જીવવાની કળા શીખવે છે. આ 9 મહિનાનો અભ્યાસક્રમ Sigv ખાતે શીખવવામાં આવશે અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન લાવશે. શ્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસ એ સંબોધન કરતાં કહ્યું કે મારા 60 વર્ષના જીવનનો અનુભવ છે કે જીવનની તમામ સમસ્યાઓનો સાર ગીતામાં સમાયેલો છે. SIGV ના વિદ્યાર્થીઓ આ ગીતાનું વૈજ્ઞાનિક ઢબે વાંચન કરશે તે ગર્વની વાત છે. તેમણે કોર્સ ડાયરેક્ટર યોગી અરુણાનંદ મુનિનો આભાર માન્યો હતો.




