સચિવશ્રી રાકેશ શંકર આચાર્યની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે “પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરાયું
5 જુન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી રાકેશ શંકર આચાર્યની અધ્યક્ષતામાં તથા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેની ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરાયું હતું.
આ વર્કશોપમાં સચિવશ્રી રાકેશ શંકર આચાર્ય દ્વારા ઉપસ્થિતોને પોષણ સંગમ અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું. પોષણ સંગમ એ એક પ્રકારનું પ્લેટફોર્મ છે, જ્યાં પોષણથી સંકળાયેલી વિવિધ સકારાત્મક પ્રવૃત્તિઓ અને અભિગમો શેર કરાય છે. તેનો મુખ્ય હેતુ છે કે, દેશના અલગ-અલગ રાજ્યો અને સંગઠનો કે જેઓ પોષણ સુધારણાના ક્ષેત્રમાં કામ કરે છે. તેમણે બનાસકાંઠા જિલ્લાની મુખ્ય સેવિકાઓ કે જેઓ છેવાડાના ગામડાઓમાં જઈને કુપોષણ માટે સારી કામગીરી કરે છે તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કુપોષણ નાબૂદી માટે વધુ અસરકારક કામગીરી પર ભાર મૂક્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેએ ઉપસ્થિતોને કુપોષિત બાળકોની દેખરેખ કેવી રીતે કરવી તથા પોષણ સંગમની માર્ગદર્શિકા વિશે માહિતી આપી હતી. ઉત્તર ગુજરાત ઝોનના પ્રાદેશિક નાયબ નિયામકશ્રી ઇલાબા રાણાએ પી.પી.ટી રજૂ કરીને બનાસકાંઠામાં કુપોષણને લગતી વિવિધ માહિતી રજૂ કરી હતી. આઈ.સી.ડી.એસ જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી ઉષાબેન ગજ્જર દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આઈ.સી.ડી.એસ વિભાગના બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસર, મુખ્ય સેવિકા બહેનો સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું.