GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે યુવાનને ગાળો આપીને લોખંડના પાઇપ વડે માર માર્યો

મોરબી ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે યુવાનને ગાળો આપીને લોખંડના પાઇપ વડે માર માર્યો

મોરબી નજીકના નાની વાવડી ગામ પાસે આવેલ સાધુવાસવાણી સોસાયટીના બ્લોક નંબર ૧૫ માં રહેતા દર્શનભાઈ નંદલાલભાઈ ભાનુશાળી જાતે સિંધી (૨૧) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ માંગે, નિખિલ મહેશભાઈ માંગે અને રાજુ અશોકભાઈ માંગે રહે ત્રણેય સાધુવાસવાણી સોસાયટી નાની વાવડી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે

જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી યુવાન તેના શેરીના નાકા પાસે ફટાકડા ફોડતો હતો તે વખતે આરોપી મહેશભાઈના માતા શેરીમાં બહાર બેઠા હતા અને ફટાકડો ઉડીને તેમની પાસે ગયો હતો ત્યારે ફટાકડો ફરિયાદી યુવાને તેની ઉપર ફેકેલ છે તેવું લાગતા મહેશભાઈ અને નિખિલભાઇએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને ઢિકા પાટુનો માર માર્યો હતો તેમજ રાજુભાઈએ તેને લોખંડનો પાઇપ માથાની પાછળના ભાગમાં માર્યો હતો જેથી કરીને તેને ગંભીર થઇ હોવાથી ત્રણ ટકા આવ્યા હતા અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!